મનોરંજન

ચર્ચામાં છે કાજલ અગ્રવાલનું સ્ટ્રેપલેસ ટોપ-સ્કર્ટ, જાણો આટલી છે કિંમત

હનીમૂન એન્જોય કરી રહેલી કાજલ અગ્રવાલના સ્ટ્રેપલેસ ટોપ-સ્કર્ટની આટલી બધી કિંમત? બાપ રે

એક્ટ્રેસ કાજલ અગ્રવાલએ હાલમાં જ તેના લૉંગ ટાઈમ બોયફ્રેન્ડ ગૌતમ કિચલુ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ હતી. કાજલ અગ્રવાલ હનીમૂન માણવા માટે માલદીવ ગઈ હતી. માલદિવથી પણ તે ફેન્સ સાથે જોડાયેલી રહી હતી. કાજલ તેની તસ્વીર અને વિડીયો દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહી હતી. કાજલની તસ્વીરની ચર્ચા કરવામાં આવી હતી. કાજલની ફેશન સેન્સ સેન્ટર ઓફ અટ્રેક્શન રહી હતી.

આ દરમિયાન તે સ્ટ્રેપલેસ ટોપ અને સ્કર્ટ પહેરેલી જોવા મળી હતી, જેમાં તે એકદમ સુંદર લાગી રહી હતી. તેણે આ ડ્રેસમાં ઘણા પોઝ આપ્યા હતા. તેની રોમેન્ટિક કેમિસ્ટ્રી તેના પતિ સાથે જોવા મળી હતી. શું તમે જાણો છો કે આ ડ્રેસની કિંમત કેટલી છે?

જો કાજલના ચાહકો આ ડ્રેસ ખરીદવા માંગતા હોય તો તેમના માટે ખુશખબર છે. આ ડ્રેસની કિંમત ફક્ત 4200 રૂપિયા જ બતાવવામાં આવી રહી છે. ટોપની કિંમત 1500 અને સ્કર્ટની કિંમત 2700 રૂપિયા હોવાનું કહેવાય છે.

Image source

હનીમૂન પર કાજલ અગ્રવાલના ઘણા સુંદર લૂક જોવા મળ્યાં હતાં. કાજલ સ્ટ્રેપલેસ ટોપ-સ્કર્ટ સિવાય રેડ કલરમાં વન સ્ટેપ ડ્રેસમાં જોવા મળી હતી.

Image source

આ પાલોમા ડ્રેસની કિંમત 13 હજાર રૂપિયા છે. ડ્રેસમાં કાજલ ઘણી સુંદર લાગી રહી હતી.

જણાવી દઈએ કે, ગૌતમ અને કાજલ એકબીજાને 7 વર્ષથી ઓળખે છે. પરંતુ આ સાત વર્ષની મિત્રતામાં ત્રણ વર્ષ બંનેએ એકબીજાને ડેટ કર્યું હતું અને કોરોના કાળમાં લગ્ન કરવાનું નક્કી કર્યું. સિંઘમ ફેમ કાજલે 30 ઓક્ટોબર 2020 ના રોજ ગૌતમ સાથે લગ્ન કર્યા હતા.

કાજલ અને ગૌતમના લગ્ન મુંબઈની તાજ હોટેલમાં સંપન્ન થયા હતા. કોરોનાની મહામારીને કારણે કાજલ અને ગૌતમના લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ શામેલ થયા હતા.

જણાવી દઈએ કે, કાજલ અગ્રવાલ સાઉથ સિનેમાનું એક મોટું નામ છે. આ સાથે જ બોલીવુડમાં ઓછી ફિલ્મમાં કામ કર્યા બાદ પણ તેને સારું નામ બનાવી લીધું છે. જણાવી દઈએ કે, કાજલ અગ્રવાલએ બૉલીવુડ હિટ ફિલ્મ લિસ્ટમાં સિંઘમ, સ્પેશિયલ 26 અને દો લફઝો જેવી ફિલ્મ શામેલ છે. બહુ ઓછા લોકો જાણે છે કે કાજલની પહેલી ફિલ્મ તમિલ અથવા તેલુગુ નહીં પરંતુ હિન્દી ફિલ્મ ‘ક્યુ હો ગયા ના’ હતી.