લેખકની કલમે

જ્યારે આગળ ભણવા માટે એને હોસ્ટેલ માં જવા નું થયું. એ વખતે મારો ભાઈ જાણે એના સાસરે જતો હોય એ રીતે હું રડતી હતી.

19 જુલાઈ 1996 ના દિવસે સાંજે 6 વાગે મારા મોટા ભાઈ દિપ ના જીવન માં એક મોટો ટ્વિસ્ટ એટલે કે ટર્ન આવ્યો. પાંચ વર્ષ સુધી રાજાશાહી એક પ્રિન્સ તરીકે જીવન જીવતો હતો પણ એ દિવસે તે પ્રિન્સ થી એનું કિંગડમ છીનવાઈ ગયું એમ તો ન કહી શકાય પણ એના કિંગડમ માં સરખો ભાગ પડાવતી હું એટલે કે એની બહેન નો જન્મ થયો.

કોઈ પણ બાળક ની લાઈફ માં એની બહેન કે ભાઈ આવે એટલે કે એનો કોઈ સીબલિંગસ આવે એ સૌથી ખુશી ની વાત છે અને સાથે સાથે એટલા જ દુઃખ ની .

મને જોઈ મારો ભાઈ ખુશ હતો , પણ મને મળતા અટેનશન થી એટલો જ દુઃખી હતો. નવું આવે એમ જૂનું ભુલાઈ જાય એમ હું આવી એટલે મારા ભાઈ ને મળતું અટેનશન મને મળવા લાગ્યું , અને બધા મારી સાર સંભાળ અને દેખરેખ માં લાગી ગયા.

પેહલા પેહલા એને ગુસ્સો આવતો , ઈર્ષા થતી પણ જ્યારે હું રડતી અને મમ્મી અને પાપા કોઈ કામ માં બીઝી હોતા તો એ પાંચ વર્ષ નો છોકરો આવી બાળપણ ભૂલી મોટા ની ફરજ નિભાવતા મને ચૂપ કરાવતો.

ધીરે ધીરે સમય વીત્યો એની ઈર્ષા એનો ગુસ્સો જેટલો હતો એટલો જ રહ્યો પણ એનો પ્રેમ મારા પ્રત્યે વધતો ગયો. એટલે ઈર્ષા અને ગુસ્સા નું સ્થાન પ્રેમ અને કાળજી એ લઈ લીધું. મારા જીવન માં એ સમય આવ્યો જ્યારે હું બાળક માંથી રમકડું બની ગઈ , એટલે કે મને હસતા , અને થોડું થોડું બોલતા ….ઇન શોર્ટ નખરા કરતા આવડી ગયું.

એ સમય એ મને સૌથી વધુ તોફાની બનાવવા નો શ્રેય મારા ભાઈ ને જાય છે. અનહદ તોફાન કરતા એને મને શીખવાડ્યા.

સમય વીતતો રહ્યો , મારા તોફાન વધતા ગયા , અમારો પ્રેમ પણ વધતો ગયો. પણ ત્યાં એક સમય એવો આવ્યો જ્યાં ફરી એક વખત પ્રેમ ઓછો થઈ ગયો અને ઈર્ષા એ સ્થાન લઈ લીધું. પેહલા ભાઈ ને ઈર્ષા થતી ,અને આ વખતે મને થવા લાગી.

વાતે વાતે મળતી વસ્તુઓ જે મારા ભાઈ એ ઉપયોગ કરી લીધી હોય , અને પછી મને મળે. એ વાત થી મને સૌથી વધુ ચીડ ચઢતી. રમકડાં હોય , બુક્સ હોય , બેગ કે કંપાસ બોક્સ…. કોઈક વખત તો કપડાં પણ.

મને એ વાત જરા પણ પસંદ ન આવતી કે એની વાપરેલ વસ્તુઓ મને મળે. ત્યારે મારા મગજ માં વિચાર આવતો કે કાશ મારા માતા પિતા ને એક જ બાળક હોત. અને એ હું જ હોત એ નહીં.

એવી તો ઘણી યાદો છે. પણ ઈર્ષા પર પ્રેમ ત્યારે હાવી થયો જ્યારે આગળ ભણવા માટે એને હોસ્ટેલ માં જવા નું થયું. દરરોજ સાથે લડતા ઝઘડતા એક બીજા ને મારતા હેરાન કરતા તોફાન કરતા અને અચાનક થી એ બીજા શહેર માં રહેવા ચાલ્યો ગયો. એ વાત યાદ છે મને કે જ્યારે એની હોસ્ટેલ જવા ની વાત મને ખબર પડી હું અનહદ ખુશ થઈ હતી ,પણ જ્યારે એ ટ્રેન માં બેસી ને જતો હતો ત્યારે હું જ સૌથી વધુ રડતી હતી.

એ વખતે મારો ભાઈ જાણે એના સાસરે જતો હોય એ રીતે હું રડતી હતી.

હવે મારી એકલા બાળક વારી ઈચ્છા ઉપરવાળા એ સાંભળી લીધી હતી ,પેહલા પેહલા મને ન ગમતું પણ પછી મને મોજ પડવા લાગી હતી. ત્યાં વેકેશન માં એ પાછો આવ્યો. હું ખુશ હતી કે ભાઈ આવ્યો. પણ એ સમય એ મારી હાલત એવી જ થઈ હતી જ્યારે મારો જન્મ થયો હતો ત્યારે દીપ ની હાલત થઈ હતી.

મમ્મી પાપા બધા નું અટેનશન એને જ મળવા લાગ્યું. એનું ફેવરેટ ખાવા નું પીવા નું…. ત્યાં સુધી કે ટીવી માં ચેનલો પણ એની જ ફેવરેટ ચાલુ રહે. તો ભી હું ખુશ હતી.

એ આવ જાવ કરતો રહેતો. જ્યારે જ્યારે આવતો હું એનું બેગ લઈ બેસી જતી અને એને બેગ ચેક કરતા પૂછતી શું લઈ આવ્યો છે મારી માટે…?

બેગ માંથી કોઈ વખત કંઈક નીકળતું નહીં તો એના જીન્સ ના પોકેટ માંથી ચોકલેટ કાઢી ને આપી મને ખુશ કરતો.

કોઈક વખત વહેલી સવારે આવી ને મને ભર નીંદર માંથી નવા નવા પેત્રા કરી ને ઉઠાડતો. અને હું ગુસ્સા માં એને મારતી.

અમારા બાળપણ ની તો અઢળક આવી વાતો ને યાદો છે. એક બીજા ની મમ્મી પાપા પાસે ચાડી ખાવી ,એક બીજા ને ખોટે ખોટો માર ખવડાવો , રિમોટ માટે ની લડાઈ , એના વાળ ખેંચી ને એને હેરાન કરવો , મારી ચોટી ખેંચી ને મને ચીડવવી , એક બીજા ના ફેવરેટ હીરો હીરોઇન વિસે ખરાબ બોલી ચીડવવા.

અને હા ખાસ કરી ને તું અડોપ્ટ કરેલ બાળક છો , કે તું મંદિર ની સીડીઓ પાસે થી મળ્યો હતો અને મળી હતી એ વાત થી ચીડવવા ની મજા જ કંઈક અલગ હતી.

આજે પણ એ મને કહે છે કે મેઘા તું મમ્મી પાપા ને મંદિર માંથી મળી હતી અને હું એને એમ કહું છું કે તું કચરા ના ડબ્બા માંથી મળ્યો હતો.

આવી નાની મોટી મસ્તીઓ અને ઝઘડાઓ માં જ અમારો પ્રેમ છુપાયેલ છે.
ભાઈ જેટલો તમને હેરાન કરે અને ચીડવે એટલો જ તમને પ્રોટેક્ટ અને કેર પણ કરે.
અને બહેન પણ એવી જ હોય ઘર માં ગમે એટલી એની ઇન્સલ્ટ કરે પણ બહાર નું વ્યક્તિ આવી ને કાઈ બોલી તો જાય……

આ તો મારી યાદો છે મારા ભાઈ સાથે ની…..

તમારી શું યાદો છે તમારા ભાઈ બહેનો સાથે ની…..સૌથી બેસ્ટ યાદ અહીંયા કોમેન્ટ માં શેર કરો.

લેખિકા – મેઘા ગોકાણી

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.