ખબર મનોરંજન

રણબીર કપૂરના હમશક્લનું નિધન, પોતાના દીકરા જેવા દેખાવવાના કારણે ઋષિ કપૂરે પણ કરી હતી પ્રસંશા

અભિનેતા રણબીર કપૂર બોલીવુડના એક ખ્યાતનામ અભિનેતાઓના લિસ્ટમાં સામેલ છે. તેના જેવા જ દેખાતા પ્રખ્યાત કશ્મીરી મોડલ જુનૈદ શાહનું નિધન રહ્યું છે. તે હૂબહૂ રણવીર જેવો જ દેખાતો હતો. તેના નિધાનનું કારણ કાર્ડિએક એરેસ્ટના કારણે શ્રીનગરના ઇલાહી બાગમાં તેના ઘરે જ થયું છે. આ વાતની જાણકારી કાશ્મીરના પ્રખ્યાત પત્રકાર યુસુફ જુનૈદે આપી છે.

Image Source

યુસુફ જુનૈદે પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપરથી એક ટ્વીટ કરીને કહ્યું છે કે: “જુનૈદ શાહ આ દુનિયામાં નથી રહ્યો, મોદી રાત્રે અમારા પાડોશી નિસાર અહેમદ શાહના દીકરા જુનૈદ શાહનું કાર્ડિએક અરેસ્ટના કારણે દુનિયા છોડીને ચાલ્યો ગયો. લોકો તેને બૉલીવુડ અભિનેતા રણબીર કપૂરનો કમશક્લ જણાવતા હતા.

જુનૈદ રણબીર કપૂરના હમશકલના રૂપમાં ખુબ જ જાણીતો હતો. જેના કારણે સોશિયલ મીડિયા ઉપર તેના ચાહવાવાળાની સંખ્યા પણ ખુબ જ વધારે હતી. જુનૈદ શાહ પણ રણબીરની સ્ટાઇલ અને પહેરવેશને ફોલો કરતો હતો. તેના ચાહકો ઉપરાંત રણબીરના પિતા ઋષિ કપૂરે પણ જુનૈદ શાહની સોશિયલ મિડિળયા ઉપર પ્રસંશા કરી હતી.

Image Source

ઋષિ કપૂરે 2015માં જુનૈદ અને રણબીરના ફોટોનું એક કોલેજ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં શેર કર્યું હતું.  જેમાં તેમને જુનૈદની પ્રસંશા કરતા લખ્યું હતું કે: “હે ભગવાન મારા દીકરાનો હમશકલ, વિશ્વાસ નથી થઇ રહ્યો, એક સારો હમશકલ”

મીડિયા રિપોર્ટ પ્રમાણે વર્ષ 2007માં જયારે રણબીરની પહેલી ફિલ્મ સાંવરિયા દ્વારા તેને ડેબ્યુ કર્યું તે સમયે જુનૈદ કોલેજમાં ભણતો હતો. આ ફિલ્મ બાદ લોકો જુનૈદને રણબીર કપૂરનો હમશકલ માનતા હતા. જુનૈદ કાશ્મીર યુનિવર્સીટીમાંથી એમબીએનો અભયસ કર્યો છે. ત્યારબાદ તેને મોડેલિંગ કરવાનું શરૂ કર્યું હતું.

Author: GujjuRocks Team