ધાર્મિક-દુનિયા

આ મંત્રોના જાપથી ખુદ હનુમાનજી કરે છે તમારા સંકટ દૂર, થશે આર્થિક સ્થિતી મજબૂર…

હાલના સમયમાં ઘણા લોકોને ભગવાન હનુમાન પર અતૂટ વિશ્વાસ રહેલો છે. રામ ભક્ત હનુમાન એક જ એવા દેવતા છે કે જે પોતાના ભક્તની થોડી ભક્તિ જોઈને પણ તરત જ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તની દરેક મનોકામના પૂરી કરે છે અને બધા જ દુખ દર્દને દૂર કરે છે. એવું કહેવાય છે કે જે ભક્ત સાચા મનથી હનુમાનજીના મંત્રોનો જાપ જપવામાં કરે છે એ ભક્ત પર હનુમાનજી તરત જ પ્રસન્ન થાય છે. મહાબલી હનુમાનજીની સાચા મનથી ભક્તિ કરનારને મનથી એક અલગ જ શક્તિનો અહેસાસ થાય છે. તે તન અને મનથી મજબૂત બને છે. જો તમારા પર કોઈ દુશ્મનનો સંકટ હોય કે પછી કોઈ બીમારીનો માત્ર હનુમાનજીના નામનું સ્મરણ કરતાં જ બધા જ સંકટો ટળી જાય છે.

ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂનમના રોજ હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે 19 એપ્રિલે હનુમાન જયંતી આવે છે. હનુમાન જયંતિ ખૂબ જ શ્રદ્ધાથી અને ભાવભક્તિથી ઉજવવામાં આવે છે. હનુમાનજીની આરોધના કરવાથી અને કેટલાક ઉપાયો કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આજે અમે તમને હનુમાનજીના વિશેષ મંત્રો વિષે જણાવીએ છીએ જે ભક્ત આ મંત્રોનો જાપ કરે છે તે ભક્તને હનુમાનજીનું સાક્ષાત સુરક્ષા કવચ બની રક્ષા કરે છે.

શાસ્ત્રો અને હિંદુધર્મોમાં મહાબલી હનુમાનના જાપ કરવાના ઘણા બધા ફાયદા કહ્યા છે. જે ભક્ત હનુમાનજીના સાચા મનથી જાપ કરે છે તેમના જીવનમાં કોઈ બૂરી શક્તિ પ્રવેશી શકતી નથી. કેમકે ખુદ મહાબલી હનુમાનજી પોતાના ભક્તોને બૂરી શક્તિથી દૂર રાખે છે. જો તમે પણ હનુમાનજીના આ મંત્રોનો જાપ કરશો ટો તમે પણ કોઈ જાદુ, ટોણાં કે બૂરી નજરની કોઈ અસર તમને લાગુ નહી પડે.

Image Source

તો આવો જાણીએ હનુમાનજીના આ મંત્રો વિશે :

મંત્ર – ૐ શ્રી હનુમંતે નમ 

આ મંત્રના જાપ સાચ્ચા મનથી રુદ્રાક્ષની માળાથી ઓછામાં ઓછી એક માળા નો જાપ જે ભક્ત આ મંત્રનો જાપ કરે છે તેની આસપાસ 24 કલાક માટે હનુમાનજીનું સુરક્ષા કવચ બની જાય છે. જો તમે આ માળાનો જાપ એક માળાથી વધારે કરો છો તો તમારા પર હનુમાનજીનું કવચ 24 કલાકથી વધારે સમય રક્ષા કરશે તમારી.

મંત્ર – ૐ નમો હનુમંતે આવેશાય આવેશાય સ્વાહા 
આ મંત્રનો જાપ રોજ ઓછામાં ઓછા એક માળા જરૂર કરવી જોઈએ. જો તમે આવું કરો છો તો તમને આનું સકારાત્મક પરિણામ 45 દિવસમાં જોવા મળશે. સાથે સાથે તમારી આર્થિક પરિસ્થિતી પણ મજબૂત બનશે.

મંત્ર – ૐ નમ : હનુમંતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહારાય, સર્વ રોગ હરાય, સર્વ વશીકરાનાય, રામ દૂતાય સ્વાહા!!

જો કોઈ વ્યક્તિને એવું લાગે છે કે, તેની ઉપર કોઈ મુસીબત આવવાની છે તો આ મંત્રનો જાપ જરૂર કરો. જરૂર ફાયદામંદ સાબિત થશે. આ મંત્રના જાપ કરવાથી ખુદ હનુમાનજી તમારું દુશ્મનોથી રક્ષણ કરશે. અને તમારી તમારા દુશ્મનો પર જીત થશે.

Image Source

મંત્ર – મહાબલાય વિરાય ચિરંજીવીન ઉદ્દતે, હારીણે વજ્ર દેહાય, ચોલંગ્દ્ધિમહાવ્યયે

જો કોઈ વ્યક્તિના મનમાં કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો પોતાની ઇચ્છાને પ્રાપ્ત કરવા માટે આ મંત્રનો જાપની ઓછામાં ઓછી એક માળા રોજ કરવી પડશે. ઘણી જ જલ્દી પૂરી થાય છે.

જો તમે ઈચ્છો છો કે હનુમાનજીના ઉપરોક્ત મંત્રોનો પૂરો ફાયદો મળે તો તેના માટે તમારે નિયમો સાથે વિધી વિધાન પૂર્વક આ મંત્રનો જાપ કરવો પડશે. આના માટે તમારે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને હનુમાનજીની મૂર્તિની સામે આસન પાથરીને બેસવું ને દીવો કરવો ને પૂજા આરંભ કરતાં પહેલા ભગવાન શ્રી રામનું સ્મરણ કરવું અને પ્રભુ શ્રી રામના આશીર્વાદ લેવા. પછી હનુમાનજીને ચૌલા સિંદુર લગાવેલ જનોઈ હનુમાનજીને અર્પણ કરવી. પછી જ મંત્રોનો જાપ શરૂ કરવા. જો તમે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મંત્રોનો જાપ કરશો તો તમને આ મંત્રજાપનું પરિણામ જલદ્દી જ જોવા મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks