ખબર

કોરોના મહામારીમાં જિયોના ગ્રાહકોને મોટી ભેટ! મફતમાં 1 વર્ષ માટે મળશે આ ખાસ સુવિધા, જાણો વિગત

દેશની અગ્રણી કંપની જિઓ ટેલિકોમના પ્રવેશથી જ ગ્રાહકો માટે આકર્ષક સ્કીમો લઈને આવતું રહ્યું છે, દેશભરમાં જિઓ કંપનીના ગ્રાહકોમાં પણ તેના કારણે ખાસો વધારો થયેલો જોવા મળ્યો છે, હવે જિઓ કંપની દ્વારા ગ્રાહકોને ખુશ કરતી એક આકર્ષક સ્કીમ લઈને આવ્યું છે.

Image Source

જિઓ દ્વારા તેના ગ્રાહકોના ઇનરનેટને ધ્યાનમાં રાખતા ડિઝની+હોટસ્ટાર સાથે પાર્ટનરશીપ કરી લીધી છે. જેના કારણે પ્રીપેડ ગ્રાહકોને એક વર્ષ સુધી તેનું સબ્સ્ક્રિપ્શન મફતમાં આપવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર ડિઝની+હોટસ્ટારનું VIP સબ્સ્ક્રિપ્શનનો ફાયદો મેળવવા માટે ગ્રાહકે માસિક અથવા તો વાર્ષિક પેક સાથે ડેટા એડ ઓન વાઉચરનો ઉપયોગ કરી શકે છે.

Image Source

કયા પ્લાનમાં મળશે આ સુવિધા?:
401 રૂપિયાના માસિક પ્લાનના રિચાર્જ ઉપર ગ્રાહકને 28 દિવસ માટે 90 જીબી સુધીનો ડેટા અને અનલિમિટેડ વોઇસ કોલિંગ સાથે જિઓ એપ્લિકેશનનું ફ્રીમાં એક્સેસ મળશે, આ ઉપરાંત ગ્રાહકને 399 રૂપિયાના મૂલ્યનું ડિઝની+હોટસ્ટારનું VIP સબ્સ્ક્રિપ્શન પણ મળશે.

Image Source

2599ના પ્લૅનમાં શું હશે?:
જો તમે જિઓનો આખા વર્ષ દરમિયાનનું રિચાર્જ કરાવવા માંગો છો તો 2599ના રિચાર્જમાં તમને 740 જીબી ડેટા અને અનલિમિટેડ વોઇસ કોલિંગ સાથે જિઓ એપ્લિકેશન એક્સેસ ફ્રીમાં મળશે.આ ઉપરાંત ગ્રાહકને 399 રૂપિયાના મૂલ્યનું ડિઝની+હોટસ્ટારનું VIP સબ્સ્ક્રિપ્શન પણ મળશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.