ખબર

પ્રેગ્નેટ હતી રિબિકા, પાંચ વર્ષની દીકરી પણ છે : મર્ડર પહેલા થયો રેપ, હજુ પણ લાશના ટુકડાઓની શોધ

હત્યા પહેલા દિલદાર અંસારીના મામા અને મિત્રએ ગર્ભવતી રિબિકા સાથે કર્યુ હતુ દુષ્કર્મ, ઓળખ છૂપાવવા માટે…..ખતરનાક ખુલાસો

ઝારખંડના સાહિબગંજના રિબિકા હત્યાકાંડ મામલે હ્રદય કંપાવી દે તેવો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે આરોપીએ લાશની ઓળખ છૂપાવવા માટે તેની ખાલ ઉધેડી નાખી હતી. રિપોર્ટ્સ અનુસાર, હત્યા પહેલા મૃતકના આરોપી પતિ દિલદાર અંસારીના મામા અને તેના મિત્રએ રિબિકા પર બરાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, તપાસમાં એ વાત પણ સામે આવી છે કે હત્યા સમયે તે ગર્ભવતી હતી. દિલદારની નિર્દયતાનો ભોગ બનેલી રિબિકાના અંતિમ સંસ્કાર કરવામાં આવી ચૂક્યા છે.

આ દરમિાન ડેપ્યુટી કમિશનર રામનિવાસ યાદવ અને એસપી અનુરંજન કિસ્પોટ્ટા પણ હાજર હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમ જેમ પોલીસ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ આ કેસમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે.હાલમાં એ ખુલાસો થયો છે કે, હત્યા સમયે રિબેકા ગર્ભવતી હતી. દિલદારના મામા અને તેના મિત્રએ રિબેકાની હત્યા કરતા પહેલા તેના પર જબરદસ્તી બરાત્કાર કર્યો હતો. આનાથી પણ તેમને સંતોષ ન મળ્યો તો તેમણે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી.

મૃતદેહની ઓળખ ન થઈ શકે તે માટે તેની ચામડીની ખાલ ઉધેડી નાખી. પોલીસે આ મામલે રિપોર્ટ આવ્યા બાદ જ નિવેદન આપવાનું કહ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે રિબિકાના પતિ દિલદાર અંસારીના મામા મોઇનુદ્દીન અંસારી અને તેના મિત્ર મૈનુલ અંસારીએ બરાત્કાર બાદ રિબિકાનું ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા બાદ લાશને મામાના મિત્ર મૈનુલ અન્સારીના ઘરે લઈ જવામાં આવી હતી કારણ કે મોઈનુદ્દીનના ઘરે લાશના ટુકડા કરવા માટે પૂરતી જગ્યા ન હતી.

મૈનુલના ઘરે પ્લાસ્ટીક રાખી લાશના ટુકડા કરવામાં આવ્યા હતા. મૃતદેહના ટુકડા કરવા માટે ઉપયોગમાં લેવાયેલા કેટલાક તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા છે અને બીજાની શોધ કરવામાં આવી રહી છે. રિબિકાની ઘાતકી હત્યાથી ગામના લોકો રોષે ભરાયા છે અને તમામ આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આદિવાસી સમાજની રિબિકા પહાડીન નામની 22 વર્ષની મહિલાની હત્યા કર્યા બાદ તેના મૃતદેહના ટુકડા અલગ-અલગ જગ્યાએ ફેંકી દેવામાં આવ્યા હતા.

જેમાંથી કેટલાક શ્વાનને માનવ માંસનો ટુકડો ખાતા જોતા ત્યાંના લોકોએ પોલિસને તેની માહિતી આપી અને તે બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. દૈનિક ભાસ્કરના રીપોર્ટ અનુસાર, દિલદાર અને રિબિકા બંનેના આ બીજા લગ્ન હતા. રિબિકાને પાંચ વર્ષની દીકરી છે. દિલદારને પહેલા લગ્નથી એક દીકરો છે. રિબિકાની દીકરી દાદા-દાદી સાથે રહેતી હતી. દિલદાર રિબિકાની દીકરીને તેની સાથે લઇ જવા માંગતો હતો પણ તેના દાદાએ ના કહી દીધી હતી. ડોગ સ્કવોડની મદદથી રિબિકાના લોહીવાળુ જેકેટ સહિત કેટલાક કપડા મળ્યા હતા.

તેની હત્યામાં સામેલ મુખ્ય હથિયારની પોલિસ હજી શોધ કરી રહી છે. પોલિસે અત્યાર સુધી નાના આકારવાળા બે છરા આરોપીના ઘરેથી જપ્ત કર્યા છે, પણ પોલિસનું માનવુ છે કે આ આકારના હથિયારથી લાશના ટુકડા કરવામાં તકલીફ પડી હશે અને એના માટે મોટુ હથિયાર ઉપયોગમાં લેવાયુ હશે, જેની પોલિસ તપાસ કરી રહી છે. પોલિસને હત્યાવાળા ઘરથી દારૂની બોટલ અને નશાનો સામાન પણ મળ્યો હતો.