અષ્ટ સિદ્ધિ અને નવ નિધિયો કે દાતા હનુમાનજીને સર્વ શક્તિમાં દેવતાના રૂપમાં પૂજવામાં આવે છે. આ કળયુગમાં પણ હનુમાનજી અમર અને ચિરંજીવી દેવતા છે. ભગવાન શિવના 11 માં આવતાર હનુમાનજી બાલ બ્રહ્મચારી છે તેથી તેમને જનોઈ પહેરાવવામાં આવે છે.

આજે તમને જણાવીએ કે કેમ હનુમાનજીને સિંદૂર ચડવામાં એવે છે. તેમની પૂજામાં સિંદૂર ચડાવવાનું ખાસ મહત્વ હોય છે. હનુમાનજીની મૂર્તિ પર સિંદૂરનો લેપ લગાડવામાં આવે છે.
કથા અનુસાર એક વખત હનુમાનજી માતા સીતાને પોતાની મંગમાં સિંદૂર લગાવતા જોતા હતા. ત્યારે હનુમાનજીના મનમાં સવાલ ઉઠ્યો કે માતા સીતા પોતાની માંગમાં સિંદૂર કેમ લગાવે છે. તેમને સીતાજીને તેનું કારણ પૂછ્યું. ત્યારે સીતાજીએ કહ્યું કે તે તેમના પ્રભુ શ્રીરામના લાબું જીવન અને સારી તબિયત માટે મંગમાં સિંદૂર લગાવે છે.

માતા સીતાની વાત સાંભળીને હનુમાનજીના મનમાં સવાલ આવ્યો કે થોડું સિંદૂર લગાવવાથી આટલો ફાયદા થશે તો પુરા શરીરમાં સિંદૂર લગાવવાથી પ્રભુ શ્રીરામ તો અમર થઇ જશે. આવું વિચારી હનુમાનજીએ પોતાના પુરા શરીમાં સિંદૂરનો લેપ લગાડી દીધો. ત્યારેથી આ પરંપરાની શરૂઆત થઇ છે.
જો તમારા પર શનિ દેવની દુર્દશા હોય ત્યારે હનુમાનજીની પૂજા કરવી કેમકે જ્યારે લંકાપતિ રાવણે સૂર્યપુત્ર શનિદેવને તેમની સભામાં ઊંધા લટકાવીને બાંધી દીધા હતા, ત્યારે હનુમાનજીએ લંકા દહન કરતી વખતે શનિદેવને ત્યાંથી મુક્ત કરાવ્યા હતા. તેથી શનિદેવે હનુમાનજીને વચન આપ્યું કે જે ભક્ત તમારી ભક્તિ કરશે, તેમની રાશિમાં આવીને પણ તેમને કષ્ટ નહીં આપું. તેથી જ હનુમાનજીની પૂજા કરવાથી શનિનો પ્રભાવ જતો રહે છે.

હનુમાનજીની સંધ્યા સમયે પૂજા કરવી શુભ માનવામાં આવે છે. હનુમાન જ્યંતીના દિવસે દક્ષિણ દિશા બાજુ મોઢાવાળા હનુમાજીના મંત્રોનું ઉચ્ચારણ કરવું, હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ કરવાથી સારું ફળ મળે છે. તેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. તમારું જીવન ખુશાલ બની જાય છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks