અજબગજબ ખબર

આ છે વિશ્વની સૌથી મોંઘી ચોકલેટ, એક કિલોની કિંમત છે એક કાર બરાબર

ભારતીય કંપની ITCએ વિશ્વની સૌથી મોંઘી ચોકલેટ લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો છે. આ ચોકલેટની કિંમત પ્રતિ કિલો 4.3 લાખ રૂપિયા છે. ITCએ આ ચોકલેટ તેની ફેબેલ બ્રાન્ડ હેઠળ રજૂ કરી છે.

Image Source

ITCની લક્ઝરી ચોકલેટ બ્રાન્ડ ફેબેલ એક્સકીવિઝિટ ચોકલેટે તેની મર્યાદિત રેન્જની ચોકલેટ ટ્રિનિટી ટ્રફલ્સ એક્ટ્રાઓર્ડિનાયર રજૂ કરી છે. તે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સામેલ થઇ ગઈ છે. તેને વિશ્વની સૌથી મોંઘી ચોકલેટ ગણાવવામાં આવી છે.

Image Source

ITCની આ ચોકલેટ ત્રણ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. આના એક વેરિયન્ટમાં તાહિતીયન વેનીલા બીન્સ સાથે ટોસ્ટેડ કોકોનટ ગેનેશ છે, તો બીજા વેરિયન્ટમાં ઘાનાની ડાર્ક ચોકલેટ અને જમૈકન બ્લુ માઉન્ટેન કોફીનું મિશ્રણ છે. ત્રીજા વેરિયન્ટમાં એક્સ્ટ્રીમ વેસ્ટ સોર્સથી મેળવાયેલ સેન્ટ ડોમિનિક ડાર્ક ચોકલેટ છે.

Image Source

15 ગ્રામની કેન્ડીની કિંમત 6667 રૂપિયા –

આ વિશ્વની સૌથી મોંઘી ચોકલેટ હાથથી બનેલા લાકડાના બોક્સમાં મળી આવશે, જેમાં 15 ટ્રફલ્સ હશે. દરેક ટ્રફલનું વજન 15 ગ્રામ હશે. ટ્રિનિટી ટ્રફલ્સ એક્ટ્રાઓર્ડિનાયરનું 15 ટ્રફલ્સનું એક બોક્સ 1 લાખ રૂપિયામાં મળશે. એટલે કે, એક કેન્ડીની કિંમત લગભગ 6667 રૂપિયા છે.

Image Source

ટ્રિનિટી ટ્રફલ્સ એક્ટ્રાઓર્ડિનાયરને ફ્રાન્સના પ્રખ્યાત શેફ ફિલિપ કોન્ટીસિની અને ફેબેલના માસ્ટર ચોકલેટિયરએ મળીને તૈયાર કરી છે. એ પેસ્ટ્રી ઓફ ડ્રિમ્સના હેડ પેસ્ટ્રી શેફ છે. નોંધપાત્ર વાત એ છે કે, આઇટીસીએ આ પહેલા 2016માં લક્ઝરી ચોકલેટ બ્રાન્ડ ફેબેલ લોન્ચ કરી હતી. આ ચોકલેટ ફક્ત આઇટીસીની લક્ઝરી હોટલોમાં જૂની બુટિક સ્ટોર્સમાં જ વેચાય છે.

આઇટીસીના ચીફ ઓપરેટિંગ ઓફિસર (ફૂડ ડિવિઝન) અનુજ રુસ્તગીએ જણાવ્યું હતું કે લક્ઝરી ચોકલેટ માર્કેટમાં, અમે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં બેંચમાર્ક સ્થાપિત કર્યો છે કારણ કે અમારી ચોકલેટ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશી ચુકી છે.

ITC એફએમસીજી, હોટલ, એગ્રી બિઝનેસ વગેરે સાથે સંકળાયેલી દેશની એક અગ્રણી ખાનગી કંપની છે, જેની માર્કેટ મૂડી લગભગ 50 અબજ ડોલર છે અને આશરે 10.8 અબજ ડોલરનું કુલ વેચાણ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.