ખબર

ઈશા અંબાણીની ઈવેન્ટમાં સેલિબ્રિટીઝનો જમાવડો થયો, જુઓ 10 તસ્વીરોમાં નીતા અંબાણીનો પણ વટ હતો

ભારતના સૌથી પૈસાદાર બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી અને બિઝનેસ વુમન ઈશા અંબાણી પિરામલે હાલમાં જ જેસલમેરમાં એક ચેરિટી ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ ચેરિટી ઈવેન્ટ એક હરાજી હતું. જેમાં બોલિવુડની ઘણી હસ્તીઓ સામેલ થઈ હતી. ઈવેન્ટમાં અંબાણી પરિવારથી માંડીને શ્વેતા બચ્ચન સહિતની હસ્તીઓ સામેલ થઈ હતી.

તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે ઈશા અંબાણીએ પ્લીટેડ હોલોગ્રાફિક ગાઉન પહેર્યું હતું. તેણે સ્મોકી આઈ મેકઅપ કર્યો હતો અને હેયર ખુલ્લા રાખ્યા હતા.

આ ઈવેન્ટમાં અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતા પતિ આકાશ અંબાણી એકસાથે જોવા મળી હતી. બ્લેક કલરના આઉટફિટમાં બંનેની જોડી જામતી હતી. શ્લોકાના લૂક ઉપરાંત તેના ક્લચે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

સાથે સાથે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ બ્લેક આઉટફિટમાં ખુબ જ સરસ લગતા હતા. ઉલ્લેખનીય છે કે, આ ચેરિટી ઈવેન્ટ આર્કિટેક્ટ અને ઈન્ટીરિયર ડિઝાઈનર રૂશદ શ્રોફ માટે ફંડ એકત્રિત કરવા માટે યોજવામાં આવી હતી. આ ઈવેન્ટમાં એકત્ર થયેલા ફંડ દ્વારા જેસલમેરમાં છોકરીઓ માટે સ્કૂલ બનાવવામાં આવશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App