ઇરફાન ખાનના આચાનક અવસાનના સમાચારથી બોલીવુડની સાથે આખો દેશ શોકમગ્ન બની ગયો હતો. આજે તેમની ઘણી બધી યાદો જોડાયેલી છે અને તેમનો દીકરો બાબીલ પોતાના પિતાની યાદોને સોશિયલ મીડિયા દ્વારા અભિવ્યક્ત કરે છે.
View this post on Instagram
બાબીલ ઈરફાન ખાનની ઘણી જૂની તસવીરો શેર કરી ચુક્યો છે, હવે તેને ઈરફાન ખાનનો એક વિડીયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોની અંદર ઇરફાન ખાન ઠંડા પાણીના તળાવમાં છલાંગ મારતા જોવા મળે છે.
View this post on Instagram
બાબીલ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોની અંદર ઇરફાન સ્વિમિંગ કરવાની સાથે સાથે જોર જોરથી બૂમો પાડતા પણ જોઈ શકાય છે, તળાવનું પાણી એટલું ઠંડુ છે કે ઈરફાન બૂમો પાડવા ઉપર મજબુર બની જાય છે. અને તેમને ઠંડી પણ લાગે છે અને એટલે જ તે કહે છે: બિલકુલ બરફ જેવું જ પાણી છે”
View this post on Instagram
બાબીલ દ્વારા શેર કરવામાં આવેલા આ વિડીયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે. ઈરફાની ઘણી યાદો હજુ પણ બૉલીવુડ સાથે જોડાયેલી છે, તેમના જેવો અભિનય કરવાની ક્ષમતા બીજા કોઈ કલાકારમાં જોવા નહીં મળે, જીવનના ઉતાર ચઢાવમાંથી પસાર થઈને બૉલીવુડ સુધી પહોંચેલા ઇરફાન ખાન અને તેમના અભિનયને ચાહકો હંમેશા યાદ રાખશે, તેમની ખોટ કોઈ પુરી નહીં કરી શકે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.