ભારતની સૌથી જન્નત વાળી જગ્યા એટલે કે લેહ-લદ્દાખ સસ્તામાં જવું છે? તો જાણો પ્લાન
ફરવાના શોખીનો તો દુનિયાભરની અંદર રહેલા છે અને તેમાં પણ ભારતીયોની તુલનાએ તો કોઈ ના આવે. રજાઓ આવતી હોય કે ના આવતી હોય પરંતુ ફરવાના પ્લાન પહેલાથી જ બની જતા હોય છે અને તેમાં પણ લેહ લદ્દાખ જવું તો મોટાભાગના લોકોનું સપનું હોય છે, પરંતુ ઘણા લોકો જઈ નથી શકતા, પરંતુ જો તમે પણ લેહ લદ્દાખ જવાનું પ્લાનિંગ બનાવી રહ્યા છો તો IRCTC તમારા માટે એક ખાસ ઓફર લઈને આવ્યું છે, જેમાં તમને કેટલીક સુવિધાઓ મફતમાં મળવાની છે.
ભારતીય રેલવે તમારા માટે લેહ લદ્દાખ સાથે 6 જગાઓ ફરવાનો મોકો આપી રહ્યું છે અને તેના માટે તમારે ફક્ત 32000 રૂપિયા જ ખર્ચ કરવાના છે. આ પેકેજની શરૂઆત અમદાવાદથી થવાની છે જે ગુજરાતીઓ માટે ખુબ જ સારી બાબત છે. irctctourism.comના જણાવ્યા પ્રમાણે મુંબઈથી લેહની યાત્રા ઈન્ડિગો દ્વારા કરાવવામાં આવશે. આ યાત્રામાં અમદાવાદ-લેહ-નુબ્રા-તુર્તુક-પૈંગોંગ-લેહ-અમદાવાદ જેવા સ્થળો સામેલ છે.
આ ઓફરની ખાસ વાત એ છે કે તમારે તેના માટે વધારે પૈસા પણ ખર્ચ કરવાના નથી. પરંતુ એકવાર પૈસા આપ્યા પછી તમારે કોઈ વ્યવસ્થા પણ કરવાની નથી. તેના પછી તમારે હોટલ, ટ્રાવેલિંગ, ખાવા-પીવા વગેરેની વ્યવસ્થા થઈ જશે અને તમારે કોઈપણ માથાકૂટ કરવાની જરૂર નહીં રહે.
આ યાત્રા 6 રાત અને 7 દિવસની હશે. જેમાં તમારી હોટલ, ફરવા,ખાવા-પીવાની વ્યવસ્થા Irctc તરફથી કરવામાં આવશે. તેમાં ત્રણ દિવસ લેહ, 2 દિવસ નુબ્રા અને એક દિવસ પેંગોંગમાં રહેવાનું થશે. તેમાં Irctc તરફથી 6 બ્રેકફાસ્ટ, 6 લંચ અને 6 ડિનરની વ્યવસ્થા પણ કરવામાં આવશે. સાથે જ બધા મુસાફરોનો ટ્રાવેલ ઈન્શ્યોરન્સ હશે.