વિક્ટોરિયામાં લેન્ડ થઇ ગીતાબેન રબારીની ફલાઇટ, કચ્છી કોયલનો અનોખો અંદાજ જોઈને ચાહકો પણ થયા દીવાના, જુઓ તસવીરો

ગરવી ગુજરાતણનો પ્લેનમાં પડ્યો વટ્ટ, ફર્સ્ટ ક્લાસની મુસાફરી કરી પહોંચ્યા પૃથ્વી પરની આ જન્નત પર, તસવીરો જોઈને ચાહકો પણ આંખો ચોળતા રહી ગયા, જુઓ

ગુજરાતી ગાયકોમાં ગીતાબેન રબારીનું એક આગવું નામ છે અને એટલે જ ચાહકો પણ તેમને કચ્છી કોયલના હુલામણા નામથી બોલાવતા હોય છે. ગીતાબેન રબારીના ગીતો ગુજરાતમાં જ નહિ દુનિયાભરમાં પ્રચલિત છે અને તેમના કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહેતા હોય છે અને તેમના ગીતો પર ઝુમતા પણ હોય છે.

ગીતાબેનનો મોર્ડન લુક :

ત્યારે ગીતાબેન રબારી હાલ પોતાના પતિ પૃથ્વી રબારી સાથે વેકેશન મોડ પર છે. જેની તસવીરો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જે ખુદ ગીતાબેને તેમના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. તસવીરોમાં તેમનો મોર્ડન લુક તેમના ચાહકોને વધારે પસંદ આવી રહ્યો છે.

બીચ પર માણી રહ્યા છે વેકેશનની મજા :

ગીતાબેન અને તેમના ભરથાર પૃથ્વી રબારી હાલ વિક્ટોરિયા પહોંચ્યા છે, જ્યાં રમણીય બીચ પર તે શાનદાર વેકેશેન પણ માની રહ્યા છે. આ વેકેશનની કેટલીક તસવીરો પણ ગીતાબેન દ્વારા શેર કરવામાં આવી છે, તેમને વિક્ટોરિયામાં ફ્લાઇટ લેન્ડ થતા જ પ્લેનમાંથી પણ કેટલીક શાનદાર તસવીરો શેર કરી હતી.

પ્લેનમાંથી તસવીરો કરી શેર :

ગીતાબેને ઘણી બધી તસવીરો શેર કરી હતી. આ સાથે વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં તે પ્લેનમાં બેઠેલા જોવા મળ્યા હતા. આ સાથે તેમણે કેપશનમાં પણ જણાવ્યું હતું કે તેઓ વિક્ટોરિયામાં લેન્ડ થઇ ચુક્યા છે અને એમિરેટ્સની ફર્સ્ટ કલાસની સર્વિસ પણ ખુબ જ શાનદાર હોવાનું તેમણે જણાવ્યું હતું.

આઇલેન્ડ પર ઉડાવી પાણીની છોડો :

આ ઉપરાંત પણ ગીતાબેને આ વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે. જેમાં તે આઇલેન્ડની મજા માણતા જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે ગીતાબેન રબારીને આપણે પારંપરિક પહેરવેશમાં જોતા હોઈએ છીએ, પરંતુ જયારે તે વિદેશ પ્રવાસમાં હોય છે, ત્યારે તેમનો એક અનોખો અંદાજ જોવા મળે છે અને તે વેસ્ટર્ન કપડાં પણ કેરી કરતા હોય છે. તેમની આ તસવીરો પણ ચાહકોને ખુબ જ પસંદ આવે છે.

અલગ અલગ પોઝથી દિલ જીત્યા :

ગીતાબેન રબારી હાલ વિક્ટોરિયામાં છે અને ત્યાં એક આઇલેન્ડ પરથી તેમને પોતાની ઘણી બધી તસવીરો પણ શેર કરી છે. આ તસીવીરોમાં ગીતાબેન રબારી બીચ પર અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ  ઉપરાંત તે સમુદ્રના પાણીમાં પણ છબછબીયા કરતા પાણીનો છોડો ઉડાવતા પણ પોઝ આપી રહ્યા છે.

બાગેશ્વર ધામની લીધી હતી મુલાકાત :

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ ગીતાબેન લંડન અને પછી હોંગકોંગ ગયા હતા, જેના બાદ ગુરુ પૂર્ણિમાના દિવસે મધ્ય પ્રદેશના છત્તરપુરમાં આવેલા બાગેશ્વર ધામમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના લોક દરબારમાં પણ ગીતાબેન પહોંચ્યા હતા અને ત્યાં પણ તેમને પોતાના સુર છેડ્યા હતા. બાગેશ્વર ધામની મુલાકાત બાદ ગીતાબેન રબારી આફ્રિકા જવા માટે નીકળ્યા હતા.

Niraj Patel