આજે જેટલા બોલીવુડના સેલેબ્સ ફેમસ છે તેટલા જ તેના બાળકો પણ છે. સ્ટાર કીડનાં ફોટો સોશિયલ મીડિયામાં આવતા જ વાયરલ થવા લાગે છે. ત્યારે બૉલીવુડ એક્ટર આમિર ખાન અને રિના દત્તની પુત્રી ઇરા પણ બૉલીવુડ સ્ટારની જેમ પોપ્યુલર છે. ઇરા કેમેરાંથી દૂર રહે છે. પરંતુ સોશીયલ મીડિયામાં તેના 70 હજારથી વધુ ફોલોઅર છે.
ઇરા છેલ્લે તેના બોયફ્રેન્ડને કારણે ચર્ચામાં આવી હતી. ત્યારે ફરી એક વાર ઇરા ચર્ચામાં આવી છે.
View this post on Instagram
Here comes the sun☀️ . . . #toohot #summer #sun #makeitrain #butsunsetsarestillpretty
ઇરા હાલ તેના ગ્લેમરસ ફોટો શુટના કારણે લાઇમલાઇટમાં આવી છે. ઇરાએ બોલ્ડ ફોટો શુટના ફોટો શેર કર્યા હતા. 22 વર્ષીય ઇરાએ આ ફોટોમાં બેલી પિયરસિંગ અને એબ્સ ફ્લોન્ટ કરતી નજરે ચડે છે. ઇરાએ આ ફોટો શૂટમાં ક્રોપ ટોપ અને ડેનિમ શોર્ટ્સ સાથે કેરી કર્યા હતા. સાથે જ વાળમાં મલ્ટીપલ બ્રેડ સ્ટાઇલ કરી હતી. ઇરા સાથે આ ફોટોમાં તેની ફ્રેન્ડ પણ જોવા મળી છે. આ ફોટો શેર કરતા સાથે ઇરાએ કેપ્સનમાં લખ્યું હતું કે, ‘Who Are You.’
ઇરા તોડા દિવસ પહેલા તેના બોયફ્રેન્ડ મિશાલ કૃપલાની સાથેનો એક વિડીયો શેર કર્યો હતો. જેમાં બન્ને રોમેન્ટિક મૂડમાં ડાન્સ કરતા નજરે આવ્યા હતા. ઇરા તેના આ વીડિયોને કારણે ટ્રોલ પણ થઇ હતી. બીજી તરફ ઈરાનો બોયફ્રેન્ડ મિશાલ પણ ફોટો અને વિડીયો શેર કરતો રહે છે. મિશાલ એક મ્યુઝિશિયન છે.
ફાધર્સ ડે પર ઇરાએ તેના પિતા આમિર ખાન સાથે મસ્તી કરતો જૂનો વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. આ વીડિયોમાં પિતા-પુત્રીની જોડીને ક્યૂટ બતાવીને યુઝર્સે ઘણી કમેન્ટ કરી હતી.
ગયા વર્ષે આમિર ખાને કોફી વિથ કરણમાં જણાવ્યું હતું કે, તેનો પુત્ર જુનૈદ અને પુત્રી ઇરા બન્ને બોલીવુડમાં આવવા માંગે છે. પરંતુ જો તેનામાં બોલીવુડમાં આવવાની કાબેલિયત નહિ હોય તો બાળકોને આ મૌકો નહિ મળે.
આમિરે વધુમાં કહ્યું હતું કે, ઈરાના મગજમાં બોલીવુડને લઈને શું ચાલી રહ્યું છે તે તો નથી ખબર પરંતુ લાગે છે કે, ઈરાને ફિલ્મ મેકિંગમાં વધારે પસંદ છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks