IPLનું ટાઈટલ જીતવા ગુજરાત છે હોટ ફેવરીટ, જોઈ લો ખેલાડીઓનું લીસ્ટ
આ વર્ષે પહેલીવાર ગુજરાતની ટીમ આઈપીએલમાં સામેલ થઈ છે. ગુજરાતની ટીમનું નામ ગુજરાત ટાઈટન્સ રાખવામાં આવ્યું છે. તેની કેપ્ટન્સી હાર્દિક પંડ્યા કરી રહ્યો છે. બે દિવસ ચાલેલી હરાજીમાં અનેક ધાકડ ખેલાડીઓ ગુજરાત સાથે જોડાયા છે. જેમા મોહમ્મદ શામી, રાશિદ ખાન, શુભમન ગિલ, ડેવિડ મિલ્લર જેવા ખેલાડીઓ સામેલ છે.
આ ઉપરાંત રાહુલ તિવેટીયા જેવો ઓલ રાઉન્ડર ગમે ત્યારે હારેલી મેચ જીતમાં ફેરવી શકે છે. સૌથી આશ્ચર્ય જનક વાત એ હતી કે હરાજી દરમિયાન ગુજરાતની ટીમે લાંબ સમય સુધી કોઈ વિકેટ કીપર ખરીદ્યો ન હતો. આખરે ગુજરાતે રિદ્ધિમાન સાહા અને સેમ બિલિંગ્સને ટીમમાં સામેલ કર્યા છે.
ગુજરાતની ટીમમાં સામેલ ખેલાડી
ખિલાડી | સોલ્ડ પ્રાઇસ |
હાર્દિક પંડ્યા | 15 કરોડ |
રાશિદ ખાન | 15 કરોડ |
શુભમન ગિલ | 15 કરોડ |
મોહમ્મદ શામી | 6.25 કરોડ |
જેસન રોય | 2 કરોડ |
લોકી ફર્ગ્યુસન | 2 કરોડ |
રાહુલ તેવટિયા | 9 કરોડ |
અભિનવ મનોહર | 2.60 કરોડ |
આર સાઈ કિશોર | 3 કરોડ |
નૂર અહેમદ | 30 લાખ |
ડોમિનિક ડ્રેક્સ | 1.10 કરોડ |
જયંત યાદવ | 1.17 કરોડ |
વિજય શંકર | 1.17 કરોડ |
દર્શન નલકાંડે | 20 લાખ |
યશ દયાલ | 3.2 કરોડ |
અલઝારી જોસેફ | 2.4 કરોડ |
પ્રદીપ સાંગવાન | 20 લાખ |
ડેવિડ મિલ્લર | 3 કરોડ |
રિદ્ધિમાન સાહા | 1.9 કરોડ |
મેથ્યુ વેડ | 2.4 કરોડ |
ગુરકીરત સિંહ | 50 લાખ |
વરુણ આરોન | 50 લાખ |
- કુલ ખેલાડી-23
- વિદેશી ખેલાડી-8
- પાકિટમાં બચેલા રૂપિયા-15 લાખ
ગુજરાતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: શુભમન ગિલ, જેસન રોય, અભિનવ મનોહર, ડેવિડ મિલ્લર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાહુલ તેવટિયા, રિદ્ધિમાન સાહા (વિકી), રાશિદ ખાન, આર. સાઈ કિશોર, મોહમ્મદ શામી, લોકી ફર્ગ્યૂસન.
તમને જમાવી દઈએ આઈપીએલના ઈતિહાસની બીજી સૌથી મોંઘી ટીમ છે ગુજરાત. અમદાવાદની ટીમને સીવીસી કેપિટલ્સે 5625 કરોડમાં ખરીદી હતી. આ ઉપરાંત લખનૌ આઈપીએલની સૌથી મોંઘી ટીમ છે. તેને આરપીએસજી ગ્રુપે 7090 કરોડમાં ખરીદી હતી. આ પહેલા મુંબઈ સૌથી મોંઘી ટીમ હતી જેની કિંમત 839 કરોડ રૂપિયા હતી.