મિત્રની બહેન સાથેે પ્રેમ કરવો પડ્યો મોંઘો, ભાઇએ કર્યુ એવું કે ઘટના જાણી રૂંવાડા ઊભા થઇ જશે

મિત્રની બહેન પતાવી લીધી અને આડાસંબંધની જાણ થતા યુવતીના ભાઈએ સુમસાન જગ્યાએ લઇ જઈને કર્યું એવું કે

મધ્યપ્રદેશના ઇન્દોરથી એક ચોંકાનવારો હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પ્રેમ પ્રકરણને કારણે યુવકનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. તે બાદ આરોપી મૃતદેહને ખાલી પ્લોટ પર ફેંકી ફરાર થઈ ગયો હતો.

આ ઘટના લસૂડિયા પોલીસ સ્ટેશન મથક હેઠળ આવતા નિરંજનપુરની છે. પોલીસને અહીં લોહીથી લથપથ હાલતમાં એક લાશ મળી આવી હતી. મૃતકની ઓળખ કિશન તરીકે કરવામાં આવી હતી. કિશનની ઉંમર 22 વર્ષ હોવાનું જણાવવામાં આવ્યુ છે.

પરિવારના સભ્યોનું કહેવું છે કે, મૃતક તેના એક મિત્ર અનિલ પંચાલનો ફોન આવતા તેને મળવા માટે ગયો હતો. મોડી રાત સુધી કિશન ઘરે પહોંચ્યો ન હતો ત્યારે પરિવારે લાસુડિયા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરી હતી.

કિશન ગુમ થયો હતો ત્યારથી જ મૃતકનો મિત્ર અનિલ અને તેનો આખો પરિવાર ઘરને તાળા મારીને નાસી છૂટ્યો હતો. આ બાદ પોલીસને મોડીરાત્રે એક રાહદાર પાસેથી બાતમી મળી કે, મૃતદેહ ખાલી પ્લોટમાં પડ્યો છે.

મીડિયા રીપોર્ટ પ્રમાણે મૃતક કિશનને અનિલ પાંચાલની બહેન સાથે પ્રેમ સંબંધ હતો. શક્ય છે કે પ્રેમ સંબંધમાં જ આ હત્યા કરવામાં આવી હોઈ શકે છે. છોકરીના ભાઈએ પ્રેમી મિત્રને સુમસામ જગ્યાએ મળવા બોલાવ્યો હતો અને બાદમાં તેની હત્યા કરી નાખી હતી.

હાલ પોલીસ અનિલ અને તેના મિત્રોની શોધખોળ કરી રહી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની ઓળખ કરી મૃતદેહને બહાર કાઢ્યો હતો અને તેને એમવી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસના કહેવા અનુસાર, કિશન નામના યુવકની હત્યા થઈ છે. તપાસમાં માલુમ પડ્યું છે કે કિશનને તેના મિત્રએ જ ફોન કરીને બોલાવ્યો હતો. જે બાદમાં ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. આ પ્રેમ પ્રકરણનો કિસ્સો છે. અમે આરોપીઓની શોધખોળ કરી રહ્યા છીએ. જે રીતે અમારી ટીમ કામ કરી રહી છે તેના પરથી આરોપીઓની બહુ ઝડપથી ધરપકડ કરી લેવામાં આવશે.

Shah Jina