અજબગજબ

આ વ્યક્તિ બાઇકના ટાયરથી કાઢી રહ્યો હતો મકાઈના દાણા, આનંદ મહિન્દ્રા પણ થયા પ્રભાવિત

આપણો દેશ જુગાડના મામલામાં પહેલા નંબર ઉપર છે. સોશિયલ મીડિયામાં એવા ઘણા જુગાડ આપણને જોવા મળતા હોય છે. ઘણા લોકો તો એવા જુગાડ કરતા હોય છે કે તેમના જુગાડ જોઈને આપણને પણ ખરેખર વિચાર આવે કે વાહ શું કારીગરી કરી છે. આવા જુગાડ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થતા હોય છે. આવો જ એક જુગાડ હાલમાં જોવા મળ્યો જેના વખાણ આનંદ મહિન્દ્રાએ પણ કર્યા.

Image Source

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલા આ જુગાડના વીડિયોની અંદર એક વ્યક્તિ બાઈકની મદદથી મકાઈના દાણા છુટા પાડી રહ્યો છે. અને મકાઈના દાણા કાઢવા માટે તેને વધારે મહેનતની પણ જરૂર નથી પડતી. ખુબ જ સરળતાથી દાણા છુટા પડી રહ્યા છે.

આનંદ મહિન્દ્રા પણ આ વિડીયો જોઈને પ્રભવિત થઇ ગયા. અને તેમને પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર આ વિડીયોને શેર કર્યો છે. જેમાં તેમને લખ્યું છે: “મને આ પ્રકારની ક્રિએટિવિટી સતત જોવા મળી રહી છે. જેમાં ખેડૂત બાઈક અને ટ્રેકટરને મળતી ટાસ્કીંગ મશીનમાં બદલી રહ્યા છે. મેં આ પ્રકારનો ઉપયોગ મારા સપનામાં પણ નહોતો વિચાર્યો.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.