ખબર

ખુશખબરી: આ ભારતીય કંપનીની વેક્સીનનું જાનવર ટ્રાયલ સેફ નીકળ્યું, હવે માણસો પર જલ્દી જ…

હાલ વિશ્વભરમાં કોરોના જેવી મહામારી સામનો કરી રહી છે. વિશ્વમાં કોરોનથી સંક્રમિત લોકોનો આંકડો 7,458,993 પર પહોંચી ગયો છે. હજુ સુધી કોરોનાની કોઈ દવા શોધાઈ નથી. કોરોનાની રસી શોધવા માટે ઘણા દેશો તનતોડ મહેનત કરી રહ્યા છે. આ વચ્ચે ભારતીય કંપનીએ અમેરિકી કંપની સાથે હાથ મિલાવ્યો છે.

Image Source

ભારતની કંપની પૈનેસિયા બાયોટેકે એ કોરોના વાયરસની વેક્સીન બનાવવા માટે અમેરિકી કંપની રીફાના ઇન્ક સાથે હાથ મીલાવ્યો છે. પૈનેસિયા બાયોટેકે રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ જાણકારી આપી હતી.

Image Source

રતીય કંપની રેફાનાની સાથે મળીને કોવિડ-19ના સંભવિત રસીના 50 કરોડથી વધારે ડોઝ બનાવવા માંગે છે. જેમાંથી 4 કરોડથી વધારે ડોઝને એક વર્ષમાં ઉપલબ્ધ કરાવાનું લક્ષ્ય છે. આ ડોઝ જાન્યુઆરીમાં તૈયાર થઇ જશે. પૈનેસિયા બાયોટેકના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ જૈન કહે છે કે “વિશ્વને એક એવી દવાની જરૂર છે જે સલામત, અસરકારક અને ઉપલબ્ધ હોય અને તે વૈશ્વિક માંગને પહોંચી શકે.”

Image Source

રાજેશ જૈનને મીડિયા સાથેની વાતચીત જણાવ્યું હતું કે, વેક્સીનનું એનિમલ ટ્રાયલ થઈ ચૂક્યું ચે. જે અત્યાર સુધી સેફ અને પ્રભાવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે માનવ ટ્રાયલ માટે ડ્રગ ઓથોરિટીની મંજૂરી લેવામાં આવશે .તેમણે કહ્યું કે, આગામી ચાર અઠવાડિયામાં અમે આ રસી દિલ્હી અને પંજાબની અમારી પ્રયોગશાળાઓમાં વિકસાવવા જઈશું

Image Source

રાજેશ જૈનએ વધુમાં જણાવ્યું હતું કે, ઓછી કિંમત ઉપર વેક્સીન ઉપલબ્ધ કરવાની યોજના છે. સફળતા મળ્યા પછી ભારતમાં ઉપયોગની સાથે સાથે એક્સોર્ટની પણ યોજના છે. તેમણે કહ્યું કે બીજી કંપની દ્વારા બનાવવામાં આવેલી વેક્સીનથી બિલ્કુલ અલગ છે. આની સફળતાની આશા વધારે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.