મનોરંજન

બોલીવુડના આ 8 સિતારાઓનું આવી ગયું વિદેશીઓ ઉપર દિલ, લઇ લીધા લગ્નના સાત ફેરા

આ 8 સેલિબ્રિટીને વિદેશી ગમ્યા, ફેન્સે લગાવી ફટકાર…જુઓ કોણ કોણ છે લિસ્ટમાં

બોલીવુડના ઘણા સિતારાઓ એવા છે જેમને સાત સમુદ્ર પારથી પોતાના જીવનસાથી પસંદ કર્યા છે. બૉલીવુડ દુનિયામાં પ્રસિદ્ધિ મળ્યા બાદ તેમને વિદેશી જીવનસાથી પસંદ આવ્યા અને લગ્નના સાત ફેરા પણ તેમની સાથે જ ફર્યા, ચાલો જોઈએ એવા કેટલાક સિતારાઓને.

Image Source

1. પ્રિયંકા ચોપડા:
બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ 1 ડિસેમ્બર 2018ના રોજ હિન્દૂ રીતિ રિવાજો સાથે પોતાનાથી નાની ઉંમરના અમેરિકી સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. આ બંનેની રોમાન્ટિક તસવીરો હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. નિક પ્રિયંકા કરતા 10 વર્ષ નાનો છે.

Image Source

2. કબીર બેદી:
ચાર વાર લગ્ન કરી ચૂકેલા કબીર બેદીએ બીજા લગ્ન બ્રિટિશ ફેશન ડિઝાઈનર સુસાન હમ્ફ્રેયસ સાથે કર્યા હતા. બંનેનો એક દીકરો પણ છે જેનું નામ એડમ બેદી છે. આ લગ્ન થોડા જ વર્ષો બાદ તૂટી ગયા અને કબીર બેદીએ રેડિયો જોકી નીક્કી સાથે લગ્ન કરી લીધા.

Image Source

3. શશી કપૂર:
રોમાન્સના કિંગ તરીકે ઓળખાતા અભિનેતા શશી કપૂરને પણ વિદેશી કન્યા જ પસંદ આવી. બ્રિટિશ થિએટર અદાકારા જેનિફરે શશી ના દિલ ઉપર એવો જાદુ ચલાવ્યો કે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા. 1956માં બંને પહેલીવાર કલકત્તામાં મળ્યા હતા.

Image Source

4. લિસા રે:
કેન્સરથી જંગ જીતીને મોડેલ બનેલી અભિનેત્રી લિસા રેએ અમેરિકાના એક મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ જસોન ડેહની સાથે લગ્ન કર્યા. તેમના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા ઉપર સામે આવી હતી.

Image Source

5. મિલિન્દ સોમન:
બોલીવુડના સૌથી ફિટ અભિનેતા અને સુપર મોડેલ મિલિન્દ સોમને પોતાનાથી 26 વર્ષ નાની અંકિતા કોન્વર સાથે લગ્ન કર્યા હતા, બંનેની લગ્નની ઉંમરને લઈને પણ ઘણી ચર્ચાઓઇ થઇ હતી. મિલિન્દ અંકિતા પહેલા ફ્રેન્ચ અદાકારા અને મોડલ માયલીન જેમ્પનીઓ સાથે લગ્ન બંધનથી બંધાયા હતા.

Image Source

6. પ્રીતિ ઝિન્ટા:
બોલીવુડમાં ડિમ્પલ ગર્લ તરીકે ઓળખાતી અભિનેત્રી પ્રીતિ ઝીન્ટાએ પણ તેના બોયફ્રેન્ડ જેન ગુડ ઇનસ સાથે લાંબા સમયના અફેર બાદ વર્ષ 2016માં લગ્ન કરી લીધા હતા.

Image Source

7. સેલિના જેટલી:
અભિનેત્રી સેલિના જેટલીએ પોતાના બોયફ્રેન્ડ પીટર હેન્ગ સાથે વર્ષ 2011માં લગ્ન કરી લીધા હતા. સેલિનાએ લગ્ન બાદ બોલીવુડને હંમેશા માટે બાય કહી દીધું. આજે તે 4 બાળકોની માતા છે.

Image Source

8. આશ્કા ગોરડિયા:
બિગ બોસની પ્રતિસ્પર્ધી રહી ચુકેલી આશ્કા ગોરડિયાએ ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા. તે અમદાવાદની અંદર બ્રેન્ટ ગોબલે સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. આશ્કા અને બ્રેટ અમેરિકામાં મળ્યા હતા. લાંબા સમય સુધી એક બીજાને ડેટ કર્યા બાદ બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા.