પાકિસ્તાને પુલવામામાં ભારતીય સેનાના જવાનો પર કરેલ હુમલા બાદ ભારતે ફેબ્રુઆરી, ૨૦૧૯માં તેનો વળતો જવાબ બાલાકોટ એર-સ્ટ્રાઇકથી આપ્યો અને આ ઘટનામાં પોતાના જૂનાં પ્લેનથી પાકિસ્તાનના અદ્યતન હવાઇ ફાઇટર પ્લેનને તોડી પાડનાર વિંગ કમાન્ડર અભિનંદનને ખાસ્સી પ્રસિધ્ધી મળી. ઇન્ડીયન એરફોર્સને પ્રત્યે પણ ભારતીય લોકોમાં વધુ જાગૃકતા આવી.

ખબર એ આવી છે, કે ઇન્ડીયન એરફોર્સ દ્વારા એક વીડિઓ ગેમ લોન્ચ કરવામાં આવી છે. આ ગેમ હાલ એન્ડ્રોઇડમાં પ્લે સ્ટોર પર અને iOSમાં પણ એપ સ્ટોર પર ઉપલબ્ધ થઈ ચૂકી છે.

- એર ચીફ માર્શલે લોન્ચ કરી ગેમ —
ઓફિશિયલી ભારતીય બાલ ભવન ખાતે ઇન્ડીયન એરફોર્સના એર-ચીફ-માર્શલ બી.એસ.ધનોઆ દ્વારા આ ગેમ લોન્ચ કરવામાં આવી છે. ૨૬૪ એમબીની આ ગેમ લોન્ચ થતાંની સાથે જ યુઝર દ્વારા ધડાધડ ડાઉનલોડ કરવામાં આવી હતી. ગેમનું નામ ‘ઇન્ડીયન એરફોર્સ: અ કટ અબોવ’ [IAF : A Cut Above] રાખવામાં આવેલું છે. ઇન્ડીયન એરફોર્સ દ્વારા આ ગેમ વિકસાવવામાં આવી છે. એર ચીફના કહેવા પ્રમાણે, ગેમનો ઉદ્દેશ્ય છે ભારતીય યુવાપેઢીને એરફોર્સ પ્રત્યે જાગૃક કરવાનો. આ ગેમ વતી લોકો એરફોર્સની હક્કીકતને થોડી નજદીકીથી જાણી શકશે અને સેનામાં જોડાવા માટે પ્રેરિત થશે.

- વિંગ કમાન્ડર અભિનંદનનું છે કેરેક્ટર —
આ ગેમની ખાસ બાબત એ છે, કે અહીં તમે જે કેરેક્ટર ગેમ રમવા માટે પસંદ કરી શકો તેમાં એક ચહેરો વિંગ કમાન્ડર અભિનંદનનો પણ છે. બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ ભારતીય હિરો તરીકે ઉભરી આવેલ અભિનંદનના કેરેક્ટરને લીધે ગેમ ખાસ્સી લોકપ્રિય બની છે.

- શું છે ખાસ? —
‘ઇન્ડીયન એરફોર્સ: અ કટ અબોવ’ ગેમમાં તમને એરસ્ટ્રાઇક સહિતના અનેક મિશનો રમવા મળશે. હાલ કુલ ૧૦ મિશન અને તેના ૩ સબ-મિશન આપવામાં આવેલા છે. આ મિશન માટે તમે અલગ-અલગ પ્રકારના હેલિકોપ્ટર અને પ્લેનનો ઉપયોગ કરી શકો છો. એ જ પ્રમાણે એર મિસાઇલ ઇત્યાદિ અત્યાધુનિક હથિયારો વિશે પણ માહિતી મળશે. હાલ આ ગેમ સિંગલ પ્લેયર મોડમાં રમવા મળશે. જાણ પ્રમાણે, ઓક્ટોબરમાં આ ગેમમાં મલ્ટિપ્લેયર મોડ પણ એક્ટિવ થશે. ભારતીય વાયુ સેના દિવસ પર આ અપડેટ આવી શકે છે.

સુંદર ગ્રાફિક્સ અને સિમ્પલ રીતે થઈ શકતા કન્ટ્રોલને લઈને ગેમ રમવી આસાન છે. ભારતીય વાયુસેના વિશે આ ગેમ ઉત્સુકતા પણ વધારી રહી છે. યુઝર્સનું કહેવું છે કે, ગ્રાફિક્સ થોડા વધારે બહેતર બનાવવામાં આવે તો ગેમ રમવાનો આનંદ વધારે આવે એમ છે.

તો વાયુસેનાની આ ગેમ તમે પણ ડાઉનલોડ કરીને રમી જૂઓ. એક ગર્વભરી ફીલીંગ આવશે એની ગેરેન્ટી! એક વાત: આ ગેમ ૧૪ વર્ષથી ઉપરની વય માટે રમવી બહેતર છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks