ખબર

2021માં ISRO એવું કામ કરશે કે આખી દુનિયા અચંબામાં પડી જશે- ચીફ શિવને કહી આ જોરદાર વાત

ISRO ની સાથે સાથે આખા ભારત દેશને એક આશા હતી કે ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક થઈ શકશે. પરંતુ શનિવારે વહેલી સવારે ચંદ્ર પર રાત શરૂ થઈ જતાની સાથે જ આ બધી આશાઓ લગભગ ખતમ થઈ રહી છે. ISRO ચીફ કે. સિવને સંસ્થાના આગામી મહત્વાકાંક્ષી અવકાશ અભિયાન નવા પ્રોજેક્ટ ગગનયાનની જાણકારી આપી છે. અવકાશ ક્ષેત્રે ભારત માટે મહત્વની જાહેરાત કરતા તેમણે જણાવ્યું કે, દેશ ડિસેમ્બર 2021 સુધી માણસને અવકાશમાં મોકલવાના લક્ષ્ય તરફ પૂર જોશે આગળ વધી રહ્યો છે.

આ સિવાય અન્ય એક માનવ રહિત આવકાશ પ્લેનને અવકાશમાં મોકલવાના પ્રોજેક્ટની જાણકારી પણ આપી હતી. ISRO જૂલાઇ 2021 સુધી માનવ રહિત અવકાશ વિમાન અભિયાન માટે કાર્યરત છે. કે. સિવને શનિવારે જણાવ્યું કે ગગનયાન ભારત માટે અત્યંત ઈમ્પોર્ટન્ટ છે કારણ કે, તે દેશના વિજ્ઞાન અને ટેકનોલોજી પાવરમાં નોંધનીય ભાગ ભજવશે.

ISROના નેક્સ્ટ પ્રોજેક્ટ વિશે જાણકારી આપતા કે. સિવને જણાવ્યું કે, 2020 ડિસેમ્બર સુધી ભારત પહેલું માનવ રહિત સ્પેસ વિમાન મોકલશે, જે પછી 2021 જૂલાઇ સુધીમાં ભારત તેનું બીજુ માનવ રહિત સ્પેસ વિમાન મિશનને પૂર્ણ કરી, તેના 3rd અભિયાન હેઠળ 2021 ડિસેમ્બર સુધી પહેલું માનવ મિશન, એટલે કે સાયન્સ્ટીસો એક ટીમને અવકાશમાં મોકલવામાં આવશે. આ સ્પેસ રોકેટ ભારતમાં જ નિર્માણ પામશે, જે માણસને લઇને અવકાશમાં જશે.

વધુમાં જણાવ્યું કે ઓર્બિટર કરી રહ્યું છે પોતાનું કામ
ચીફ સિવને એ પણ માહિતી આપી કે ઉપર ઓર્બિટર પોતાનું કામ કરી રહ્યું છે. તેમાં રહેલા 8 ઉપકરણો પોત પોતાનું કામ બરાબર કરી રહ્યાં છે. તેમણે તસવીરો મોકલવાનું શરૂ કરી દીધુ છે અને સાયન્ટિસ્ટ તેને જોઈ રહ્યાં છે. અત્રે જણાવવાનું કે ઓર્બિટર પર 8 એડવાન્સ્ડ પેલોડ છે જે ચંદ્રની 3ડી મેપિંગ કરી રહ્યાં છે અને દક્ષિણ ધ્રુવ પર પાણી, બરફ અને મિનરલ્સ શોધી રહ્યાં છે. ઓર્બિટરનો લાઈફલાઈન એક વર્ષ નિર્ધારીત કરવામાં આવ્યો હતો પરંતુ પાછળથી ઈસરોના વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેમાં એટલું વધારે ઈંધણ છે કે તે આશરે ૭ વર્ષ સુધી કામ કરી શકે છે.

2020 ડિસેમ્બર – ભારતનું પહેલું માનવરહિત અવકાશ ઉડાન મિશન
2021 જુલાઈ – ભારતનું બીજું માનવરહિત અવકાશ ઉડાન મિશન
2021 ડિસેમ્બર – ભારતનું પહેલું માનવ સંચાલિત મિશન, જે સ્વદેશી બિલ્ટ રોકેટ દ્વારા શરૂ કરવામાં આવ્યું.

અંતરિક્ષમાં પાયલટ્સ 7 Days રહેશે

આવતા મે મહિનામાં વાયુસેનાએ ઇસરો સાથે ગગનયાન મિશન માટે ક્રૂ સિલેક્શન અને ટ્રેનિંગ ઉપલબ્ધ કરાવવા અંગે દિલ કરી હતી. તે અંતર્ગત ડિસેમ્બર 2021માં ગગનયાન માટે ત્રણ વૈજ્ઞાનિકોની એક ટીમ મોકલવાની છે જે ઓછામાં ઓછા ૭ દિવસ અંતરિક્ષમાં પસાર કરશે. આ યાનને GSLV માર્ક-3 દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવશે.

ડો. ચીફ કે. શિવાને કહ્યું કે ‘હું સરકારી ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષિત છું. જ્યારે હું નાનો હતો, ત્યારે તદ્દન શરમાળ હતો. જ્યાં સુધી મારી કેરિયરની વાત છે. મને જે જોઈતું હતું તે પહેલાં ક્યારેય મળ્યું નથી. મારે પહેલા Engineering કરવું હતું, પણ BSC મેથ્સ કરવું પડ્યું. પછી એન્જિનિયરીંગ કહ્યું. તે પછી હું ISAT માં જોડાવા માંગતો હતો, પરંતુ VSSCમાં જોડાયો. અહીં પણ હું કંઈક બીજામાં જોડાવા માંગતો હતો. પરંતુ મને PSLV પ્રોજેક્ટ મળ્યો. આમાંથી હું શીખી શકું છું કે જીવન અને કેરિયર શ્રેષ્ઠ પસંદગીનો વિષય નથી. તમને મળેલી તકમાંથી ઉત્તમ રીતે કેવી રીતે તમે બહાર આવશો તે મહત્ત્વનું છે.’


ડો.શિવાને વધુમાં જણાવ્યું કે આપણે મહાન લોકો પાસેથી મોટિવેશન લેવું જ જોઇએ. પરંતુ તેમના અથવા કોઈના વિચારની કોપી થવી જોઈએ નહીં. જો તમારે અબ્દુલ કલામ બનવું છે, તો તેમના જેવી હેરસ્ટાઇલની નકલ ન કરો. પણ તેનું કામ જુઓ અને તેના બદલે તેઓ જે સંદેશાઓ પહોંચાડે છે તે સમજો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks