કાળું જાદુ? હોટલમાં રહસ્યમય હાલતમાં મૃત મળ્યા ડોક્ટર કપલ અને એક મહિલા…થાળીમાં વાળ, કાળી બંગડી..

આખી રાત હોટલમાં રોકાઇ 2 મહિલાઓ અને 1 પુરુષ, સવારે સાફ સફાઇવાળાએ ખોલ્યો દરવાજો તો મચી બબાલ…આંખો રહી ગઇ પહોળી

અરુણાચલ પ્રદેશના સુબનસિરી જિલ્લાના ઝીરો સ્થિત એક હોટલમાં મંગળવારે બે મહિલાઓ સહિત કેરળના ત્રણ લોકો રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ સમાચાર મળતા જ હોટલ પરિસરમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક પોલીસ હવે આ કેસની તપાસ ઘણા એંગલથી કરી રહી છે. આ મોત પાછળ બ્લેક મેજિક એટલે કે કાળા જાદુની પણ આશંકા સેવાઇ રહી છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, કેરળ પોલીસે કહ્યું કે હાલ તો એ ન કહી શકાય કે આ ઘટના પાછળ બ્લેક મેજિક છે કે નહિ.

તિરુવનંતપુરમ શહેરના પોલીસ કમિશનરે કહ્યું કે ત્રણમાંથી એક દંપતી છે અને એક મહિલા અલગ છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમના મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોની તપાસ કરવામાં ન આવે ત્યાં સુધી કંઈ પણ કહી શકાય નહીં.આ ત્રણેય અરુણાચલ પ્રદેશના ઝીરો ટાઉનમાં એક હોટલમાં રોકાયા હતા. લાંબા સમય સુધી ગુમ થયા બાદ હોટલના સ્ટાફે તપાસ કરી તો રૂમમાંથી જ ત્રણેયના મૃતદેહ મળી આવ્યા.

પોલીસે હોટલ સ્ટાફના હવાલાથી જણાવ્યું કે કેરળના કોટ્ટાયમના 39 વર્ષીય નવીન થોમસ 28 માર્ચે તિરુવનંતપુરમ નિવાસી પત્ની દેવી બી અને મિત્ર આર્ય બી નાયર સાથે હોટલમાં રોકાયા હતા. સ્ટાફે રૂમના તાળાં તોડતાં જ ત્રણેય રૂમની અંદર કોઈ હલચલ વગર પડ્યાં હોવાનું જણાયું હતું. આર્ય બેડ પાસે હતી અને તેનું કાંડું કપાયેલું હતું. દેવી બીની લાશ પણ નજીકમાં પડી હતી. દેવીના શરીર પર પણ ઘણી ઈજાઓ હતી. દેવીની ગરદન અને કાંડા પર ઈજાના નિશાન હતા. નવીન થોમસનો મૃતદેહ બાથરૂમમાંથી મળી આવ્યો હતો, તેનું પણ કાંડું કપાયેલું હતું.

જ્યારે અરુણાચલ પ્રદેશમાં પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો મામલો લાગે છે. પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકાશે. તે જાણીતું છે કે નવીન ઓનલાઈન ટ્રેડિંગમાં હતો, જ્યારે તેની પત્ની દેવી એક ખાનગી શાળામાં જર્મન શીખવતી હતી અને આર્ય તે જ શાળામાં ફ્રેન્ચ શિક્ષક હતી. રીપોર્ટ્સ અનુસાર, પોલીસને રુમમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે તેઓ ખુશ છે અને જ્યાં જવા માંગે છે ત્યાં જઈ રહ્યા છે.

આ ઉપરાંત પોલીસને ઘટના સ્થળેથી એક ફોન નંબર મળ્યો, જે જીવ ગુમાવનાર પૈકી એકના પરિવારનો હતો. કાળા જાદુની આશંકા એટલા માટે થઇ કારણ કે પોલીસને તપાસ દરમિયાન કેટલાક વાળ, કાળા રંગના બ્રેસલેટ અને અન્ય કેટલીક સામગ્રી મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં પુરુષે પહેલા બંને સ્ત્રીઓની હત્યા કરી અને બાદમાં પોતે આપઘાત કર્યો હોવાનું લાગી રહ્યુ છે. દેવીના પિતાનું કહેવું છે કે તેમની પુત્રી કાળા જાદુનો શિકાર બની હતી. નવીન અને દેવીને જાણનારાઓએ જણાવ્યું કે, બંનેના લગ્ન 13 વર્ષ પહેલા થયા હતા અને બાદમાં નવીને ઓનલાઇન ટ્રેડિંગ શરૂ કર્યું હતું. જોકે, બાદમાં બંનેએ આયુર્વેદમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને તેમની પ્રવૃત્તિઓ શંકાસ્પદ હતી.

Shah Jina