અમદાવાદથી હરિદ્વાર માતાના અંતિમ સંસ્કાર કરવા જતા પરિવારને નડ્યો ભીષણ અકસ્માત, પતિ-પત્ની સાથે કાકાને ટ્રક ચાલકે કચડી નાખ્યા

માતાના અંતિમ સંસ્કાર કરવા માટે નીકળ્યા હતા, ટ્રકે કચડી નાખ્યા, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર પતિ-પત્ની સમેત ત્રણના મોત, લાશના ટુકડા ચારેય તરફ ફેલાય

Accident On Delhi Mumbai Expressway : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે, જેમાં ઘણા બધા લોકો મોતને પણ ભેટયા છે, મોટાભાગના અકસ્માત ઓવર સ્પિડીંગના કારણે થતા હોવાનું સામે આવે છે, ત્યારે હાલ એવા એક અકસ્માતની ઘટના સામે આવી છે જેને લોકોના રૂંવાડા ઉભા કરી દીધા છે. અમદાવાદથી હરિદ્વાર માતાના અંતિમ સંસ્કાર કરવા જઈ રહેલા દીકરા અને તેની પત્નીને અકસ્માત નડ્યો હતો, જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે સવારે લગભગ 5 વાગ્યે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે હાઈવે પર એક કરુણ માર્ગ અકસ્માતમાં પતિ, પત્ની અને દિયરનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત રાજસ્થાનના બાંડીકુઇ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉનબાડા ગામ પાસે થયો હતો. બાંડીકુઇ પોલીસ સ્ટેશને જણાવ્યું હતું કે કારમાં 8 લોકો હતા અને તેઓ અમદાવાદથી હરિદ્વાર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા.

આ ઉપરાંત બાળકો સહિત 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અધિકારીઓએ પતિ, પત્ની અને દિયરના મૃતદેહને જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે. આ દરમિયાન ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ આરોપી ડ્રાઈવર ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ અમદાવાદમાં રહેતા પરિવારના સભ્યો હરિદ્વાર તરફ જઈ રહ્યા હતા. વહેલી સવારે એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દૌસા જિલ્લામાં હાઈવે પર એક ગાય રોડ પર આવી હતી.

ગાયને બચવા કાર ચાલકે કાર ડિવાઈડર તરફ વાળી લીધી. જેના બાદ કારમાં સવાર હસમુખ મકવાણા, તેની પત્ની સીમા અને કાકા મોહનભાઈ કારને થયેલ નુકસાન જોવા માટે બહાર આવ્યા. હતા આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે ત્રણેયને કચડી નાખ્યા હતા. હસમુખભાઈના માતાનું હરિદ્વારમાં નિધન થતા પુત્ર પરિવાર અને સગા-સબંધીઓ સાથે અંતિમ વિધિ માટે હરિદ્વાર જઈ રહ્યાં હતા. ત્યારે જ આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

Niraj Patel