સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને લાઈનમાં ઉભા રહીને આપ્યો વૉટ, જીત્યા ચાહકોના દિલ, જુઓ વીડિયો

“પુષ્પા” સ્ટાર અલ્લુ અર્જુન લાઈનમાં ઉભા રહીને વૉટ આપવા પહોંચ્યો, સાદગી જોઈને ચાહકો પણ થયા દીવાના, વાયરલ થયો વીડિયો

Allu Arjun vote standing in line : લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે આજે 13 મેના રોજ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થઈ રહ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો પણ સમાવેશ થાય છે. હવે સવારથી જ મતદાન મથક પર લાંબી લાઇનો જોવા મળી રહી છે. સવારથી જ લોકો મતદાન કરવા પહોંચ્યા હતા. સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન પણ પોતાનો વોટ આપવા હૈદરાબાદની જ્યુબિલી હિલ પહોંચ્યો હતો.

આ દરમિયાન તે સફેદ ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં સિમ્પલ લુકમાં જોવા મળ્યો હતો. તેને લાઈનમાં ઉભેલા જોઈને ફેન્સ તેની સાદગીના ફેન બની ગયા અને તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે પુષ્પા દરેક જગ્યાએ સમયસર પહોંચી જાય છે. અન્ય એક યુઝરે લખ્યું કે, અલ્લુ અર્જુન નહીં પુષ્પાને બોલાવો.

અલ્લુ અર્જુનનો જે વીડિયો  વાયરલ થઇ રહ્યો છે તેમાં અલ્લુની સાદગી પણ જોવા મળી રહી છે. તેને સામાન્ય માણસની જેમ જ લાઈનમાં ઉભા રહીને પોતાનો વોટ આપ્યો હતો. જેના કારણે પણ લોકો અલ્લુ અર્જુનના આ કાર્યની પ્રશંશા કરી રહ્યા છે. અલ્લુ અર્જુન ઉપરાંત જનસેના પાર્ટી ચીફ અને એક્ટર પવન કલ્યાણ, મેગાસ્ટાર ચિરંજીવી અને એક્ટર શ્રીકાંત પણ વોટ આપવા આવ્યા હતા. તેમને પણ લાઈનમાં ઉભા રહીને વૉટ આપ્યો.

Niraj Patel