દુનિયામાં ઘણી એવી જનજાતિઓ રહેલી છે. એવી જ એક જનજાતિ હુંજા નામની પણ છે જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ગિલગિત-બાલ્ટીસ્તાનના પહાડો સ્થિત હુંજા ઘાટીમાં મળી આવે છે. હુંજા ભારત અને પાકિસ્તાનની વચ્ચે નિયંત્રણ રેખાની પાસે પડે છે. આ ગામના યુવાઓને નાખલીસ્તાન પણ કહેવામાં આવે છે. હુંજા ગામના લોકોનું આયુષ્ય 110-120 વર્ષ છે. આ જાતિના લોકોની ખાસ વાત એ છે કે અહીંના લોકો ખુબ જ સુંદર અને યુવાન દેખાય છે. ખાસ કરીને મહિલાઓ જેઓ 65 વર્ષ સુધી યુવાન જ રહે છે અને તેઓ આ ઉંમરમાં પણ સંતાનને જન્મ પણ આપી શકે છે.

હુંજા ગામ હિમાલયની પર્વતમાળા પર સ્થિત છે. તેને દુનિયાની છતના નામથી પણ જાણવામાં આવે છે. તે ભારતના ઉત્તરી છોર પર સ્થિત છે જ્યાથી આગળ ભારત, પાકિસ્તાન, ચીન, અફઘાનિસ્તાનની સીમાઓ મળે છે.

આ લોકો ખૂબાની(જરદાળું, એક જાતનું ફળ) વધારે માત્રામાં ખાય છે. આ લોકો એટલા સુંદર દેખાય છે કે જાણે કે આ લોકો આ ધરતીના નહિ પણ આસમાંથી આવેલા કોઈ દેવતા કે અપ્સરા હોય.

ઉત્તરી પાકિસ્તાનના પહાડો જ તેઓના ઘર છે. તેઓની સંખ્યા 87,000 ની આસપાસ છે. તેઓની જનજાતિ સેંકડો વર્ષ જૂની છે. મોટા ભાગના લોકો કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા વગર જ પોતાનું જીવન જીવે છે. કહેવામાં આવે છે કે અમુક તો 160 વર્ષ સુધી જીવિત રહે છે. અહીંના લોકો ભાગ્યે જ બીમાર પડે છે ટ્યુમર જેવી બીમારીઓનું તો તેઓએ ક્યારેય નામ જ નથી સાંભળ્યું.અહીંની મહિલાઓ 65 વર્ષની ઉંમરમાં પણ બાળકને જન્મ આપી શકે છે તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે ખાનપાન અને સારી જીવનશૈલી લોકોના જીવનને પ્રભાવિત કરે છે. અહીંના લોકોને દવા શું છે એ પણ ખબર નથી.

તેઓની ખાણી-પીણી અને સારી જીવન શૈલી અન્ય લોકોના જીવનને પણ પ્રભાવિત કરે છે.અમુક લોકો આ જાતિને યુરોપીય જાતિ સાથે જોડે છે. હકીકતે અહીંના લોકો એકદમ રૂપાળા-સફેદ, યુવાન અને હસમુખા અને આસપાસની અન્ય જન સંખ્યાથી એકદમ અલગ જ દેખાય છે.

હુંજાના લોકો શૂન્ય કરતા પણ નીચેના તાપમાન પર બરફના ઠંડા પાણીમાં સ્નાન કરે છે. આ લોકો તે જ ખાય છે જે તેઓ જાતે ઉગાડે છે જેમ કે જલદારું, મેવા, શાંભાજીઓ અને અનાજમ માં જઉં, બાજરો અને જુવાર. તેઓ ખાવા કરતા ચાલવાનું વધારે રાખે છે.રોજનું 15 થી 20 કિલોમીટર ચાલવું તેઓની રોજની દિનચર્યા બની ગઈ છે. આ સિવાય હસવું પણ તેઓની રોજની જીવન શૈલી જ છે. ડોક્ટર્સના અનુસાર તેઓની જીવનશૈલી જ તેઓના લાંબા આયુષ્યનું રહસ્ય છે.

આ જાતિના લોકો વિશે પહેલી વાર ડૉ. રોબર્ટ મૈક્કેરિસન એ ‘પબ્લિકેશન સ્ટડીઝ ઈન ડેફિશિએન્સી ડિસીઝ’ માં લખ્યું હતું. તેના પછી ‘જર્નલ ઓફ દ અમેરિકન મેડિકલ એસોસિએશન’ માં એક લેખ પ્રકાશિત થયો, જેમાં આ પ્રજાતિના લોકોના જીવનકાળ અને આટલા લાંબા સમય સુધી સ્વસ્થ બની રહેવાના રહસ્ય વિશે જણાવ્યું હતું.

દુનિયાભરના ડોકટરો પણ હેરાન છે:
દુનિયાભરના ડોક્ટરોએ પણ એ માન્યું છે તેઓની જીવનશૈલી અને લાબું આયુષ્ય જ તેઓના આયુષ્યનું રહસ્ય છે, આ લોકો સવારે જલ્દી ઉઠે છે. આ ઘાટીના લોકો વિશે જાણકારી મળ્યા પછી ડૉ.જે મિલ્ટન હોફમૈન એ હુંજા લોકોના આયુષ્યનું રહસ્ય જાણવા માટે હુંજા ઘાટીની યાત્રા કરી હતી. તેઓના નિષ્કર્ષ 1968 માં આવેલું પુસ્તક-‘હુંજા-સિક્રેટ્સ ઓફ ધ વર્લ્ડસ હેલ્ધીએસ્ટ એન્ડ ઓલ્ડેસ્ટ લિવિંગ પીપલ’ માં પ્રકાશિત થયું હતું.

સિકંદરને માને છે વંશજ:
સિકંદરને પોતાના વંશજ માનનારા હુંજા જનજાતિના લોકોની અંદરની અને બહારની તંદુરસ્તી અહીંની આબોહવા પણ છે. અહીં ન તો વાહનોનો ધુમાડો છે અને ન તો પ્રદુષિત પાણી. અહીંના લોકો ખુબ મહેનત કરે છે. હુંજા ઘાટી એક સમયે ભારતનો જ હિસ્સો હતી, પણ ભાગલા પછી તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવે છે.

જે ઉગાડે છે તે જ ખાય છે:
તેઓના ખોરાકમાં ફાઈબર અને પ્રોટીનની સાથે સાથે જરૂરી માત્રામાં મિનરલ્સ હોય છે. અહીંના લોકો અખરોટનું સેવન પણ ખુબ કરે છે. તડકામાં સૂકવવામાં આવેલા અખરોટમાં બી-17 કમ્પાઉન્ડ મળી આવે છે, જે કેન્સરથી બચાવ કરવામાં ખુબ મદદગાર હોય છે.

કુદરતની નજીક ખુશ અને સ્વાસ્થ્યમંદ:
શહેરી જીવને ભલે લોકો માટે સુવિધાઓના દરવાજા ખોલ્યા હોય, પણ તેના બદલામાં ભારે કિંમત પણ વસુલ કરી છે. કુદરતની નજીક રહેનારા લોકો આજે પણ ખુબ ખુશ અને સ્વસ્થ છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks