ખબર

પત્ની હોવા છતાં બહાર ડોકિયું કરવાનાં શોખીન લોકોએ આ VIDEO વારંવાર જોવો જોઈએ!

ઘરમાં ધર્મપત્ની હોવા છતાં તમે બહાર બોલ્ડ યુવતીઓ જોઈને લાળ પાડો છો? ચુપચાપ આ વીડિયો જોઈ લો…

આજકાલ તમે ન્યુઝ અને પેપરમાં વાંચતા જ હશો કે પતિએ પત્નીને દગો આપ્યો અથવા પત્ની હોવા છતાં બીજી મહિલા સાથે લગ્ન કર્યા વગેરે જેવી ન્યુઝ તો સાંભળતા જ હશે. પણ મિત્રો હાલમાં જ એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો છે કે જેમાં એક પતિ પોતાની પત્ની માટે ખુરશી બન્યો.

Image Source

આ વીડિયો પતિ-પત્નીના પ્રેમનું સુંદર ઉદાહરણ આપે છે. આ વીડિયોમાં પતિ પોતાની પ્રેગ્નેન્ટ પત્નીને લઈને ચેકઅપ કરવા માટે હોસ્પિટલ આવ્યો છે. હોસ્પિટલમાં થોડીક ભીડ હોવાને કારણે તેમને ડોક્ટરને મળવા માટે થોડીવાર બહાર રાહ જોવાની હતી. પરંતુ તેની પત્ની ઉભા-ઉભા થાકી ગઈ અને તેના પગ દુઃખવા લાગ્યા હતા.

પતિએ આસપાસ બેઠલા લોકો પાસે સીટ પણ માંગી પરંતુ કોઈએ સીટ આપી જ નહિ. એવામાં પતિ જાતે જ પોતાની પત્ની માટે ખુરશી બની ગયો અને પોતાની પત્નીને પીઠ પર બેસાડી. આ વીડિયો ખુબ જ વાયરલ થયો છે. લોકો સોશિયલ મીડિયા પર આ વ્યક્તિને લોકો નંબર વન પતિ કહી રહયા છે.

Image Source

જણાવી દઈએ કે આ વીડિયો ચીનના હેઇલોન્ગજિયાંગના હેગાંગની પોલીસે રવિવારે Douyin નામની એપમાં અપલોડ કર્યો હતો. આ વીડિયોને 70 લાખથી વધારે લાઈક મળ્યા છે. આ વીડિયો અનોખા લમ્હા નામના હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

આ વીડિયોમાં તમે જોઈ જ શકો છે કે પ્રેગ્નેન્ટ મહિલા ઘણાં લાંબા સમયથી ઉભી હતી. તે મહિલા ઉભી-ઉભી થાકી ગઈ હતી અને તેના પગ પણ દુઃખવા લાગ્યા હતા. હોસ્પિટલની ખુરશીઓ પર કેટલાક લોકો પોતપોતાના મોબાઈલ એટલા વ્યસ્ત હતા કે કોઈએ આ મહિલાને બેસવા માટે સીટ પણ ન આપી. પત્નીને તકલીફમાં જોઈને પતિ તેના માટે પોતે જ ખુરશી બની ગયો અને પોતાની પીઠ ઉપર પત્નીને બેસાડી. આ પતિની વાહવાહી સોશિયલ મીડિયામાં બધે જ થઇ રહી છે.

જુઓ વીડિયો: