ખબર જાણવા જેવું

એન્ડ્રોઇડ યુઝર્સ માટે ખુશખબરી: આવ્યું વૉટ્સઍપમાં ફિંગરપ્રિન્ટ લોકનું નવું ફીચર,આ ૨ સ્ટેપ કરી દેજો

WhatsApp પર હંમેશા કોઈને કોઈ નવું ફીચર કે અપડેશન આવતું જ રહે છે. ત્યારે હવે વોટ્સએપે પોતાના યુઝર્સની સુવિધા માટે એન્ડ્રોઇડ એપમાં ફિંગરપ્રિન્ટ સિક્યોરિટી ફીચર આપ્યું છે. નવી અપડેટ બાદ હવે વોટ્સએપના એન્ડ્રોઇડ યુઝર્સ ફિંગરપ્રિન્ટ સેન્સરની મદદથી પોતાની એપ્લિકેશનને અનલોક કરી શકશે. જણાવી દઈએ કે આ પહેલા આ ફીચર આઇઓએસ યુઝર્સ માટે આપવામાં આવ્યું હતું.

વોટ્સએપનું ફિંગરપ્રિન્ટ એપ લોક ફીચર એજ રીતનું છે કે જે રીતે ફિંગરપ્રિન્ટથી તમે કોઈ સ્માર્ટફોનનું લોક ખોલો છો. આ ફિંગરપ્રિન્ટ લોકને લગાવવા માટે તમારે બીજી કોઈ એપને ડાઉનલોડ કરવાની જરૂરત નથી પડતી. ફિંગરપ્રિન્ટ લોક/અનલોકનું સેટિંગ તમે વોટ્સએપના સેટિંગ્સમાં જઈને જ કરી શકો છો. ત્યાં જ વોટ્સએપમાં ઓટોમેટિક લોક થવા માટે પણ ત્રણ વિકલ્પ મળશે, જેમાં એક વિકલ્પ તરત, એક મિનિટ બાદ અને 30 મિનિટ બાદ વોટ્સએપ લોક થશે.

Image Source

ઉદાહરણ તરીકે જો તમે એક મિનિટવાળો વિકલ્પ પસંદ કરો છો તો વોટ્સએપ બંધ કર્યાના 1 મિનિટની અંદર તમારું વોટ્સએપ લોક થઇ જશે. જેને તમે ફિંગરપ્રિન્ટથી જ અનલોક કરી શકશો. આના સેટિંગ માટે તમે નીચેના સ્ટેપ્સ ફોલો કરી શકો છો:

  • આ ફીચરને વાપરતા પહેલા વોટ્સએપ એપને અપડેટ જરૂર કરી લો. પછી વોટ્સએપમાં સેટિંગ્સમાં જાઓ અને તેના એકાઉન્ટ્સમાં જાઓ, એ પછી એમાં પ્રાઇવસી પર ક્લિક કરો.
  • પ્રાઇવસીના વિકલ્પોમાં સૌથી નીચે ફિંગરપ્રિન્ટસ પર ક્લિક કરો. હવે અનલોક વિથ ફિંગરપ્રિન્ટ પર ક્લિક કરો. હવે તમારી ફિંગરપ્રિન્ટ એન્ટર કરવાનું કહેશે એટલે મોબાઈલમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પર ફિંગર લગાવો.
  • ફિંગરપ્રિન્ટ લગાવતા જ ‘Unlock with fingerprint’ ગ્રીન થઇ જશે અને એમાં ઓટોમેટિક લોકનો વીકપલ આવશે, જેમાં પોતાની પસંદગી પ્રમાણેના સમયને પસંદ કરો. ઓટોમેટિક લોકનો વિકલ્પ પસંદ કરતા જ તમારા વોટ્સએપમાં ફિંગરપ્રિન્ટ લોક લાગી જશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.