રસોઈ હેલ્થ

હવે ઘરે જ ઉગાવો મશરૂમ, ના ખેતરની જરૂર છે, ના ગામની, શહેરમાં બેઠા બેઠા પણ માત્ર 300 રૂપિયામાં મળશે 1200 રૂપિયાનું મશરૂમ

મશરૂમ ખાવાના ઘણા બધા ફાયદાઓ આપણે જાણીએ છીએ, ડોક્ટર પણ મશરૂમ ખાવાની સલાહ આપતા હોય છે પરંતુ મશરૂમના ભાવ સાંભળીને જ મોતિયા મારી જાય અને ખાવાની ઈચ્છા હોવા છતાં પણ અપને મશરૂમ નથી ખાઈ શકતા, પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી આજે અમે તમને શહેરના ઘરમાં બેઠા બેઠા જ મશરૂમ કેવી રીતે યુગકટાવી શકાય તેની માહિતી આપવાના છીએ, આ મશરૂમ ઉગાવવા માટે ના તમારે ખેતરની જરૂર છે ના ગામડે જવાની જરૂર છે, બસ ઘરમાં થોડી વસ્તુઓ લાવીને તમે મશરૂમ ઉગાવી શકશો.

Image Source

મશરૂમ હબથી પોતાનું સ્ટાર્ટઅપ ચાલવી રહેલી મોનીકા ચૌધરીએ મશરૂમ ઉગાવવા માટેની ઘણી જ સરસ માહિતી આપી છે, તેમને એક વર્ષમાં પોતાના વ્યવસાયને ખુબ જ આગળ વધાર્યો છે આને આજે એક અઠવાડિયામાં તે 45 કિલોગ્રામ જેવું મશરૂમ પણ ઉગાવે છે.

Image Source

મોનિકાના જણાવ્યા અનુસાર “જો તમે પહેલી વખત મશરૂમ ઉગાવી રહ્યા છો અને તમારા ઘરમાં જ તમે તેનું ઉત્પાદન કરી રહ્યા છો તો તો તમારે શરૂઆતી વેરાયટી, ઓએસ્ટર મશરૂમથી શરૂ કરવું જોઈએ, આ મશરૂમની અંદર ભરપૂર પોષણ રહેલુ છે અને તેમાંથી જરૂરી તમામ પ્રોટીન પણ મળે છે.”

Image Source

ઓએસ્ટર, મશરૂમ ઉગાડવા માટે ખુબ જ ઓછી જગ્યાની જરૂર પડે છે જયારે બીજા પ્રકારના મશરૂમને ઉગાવવા માટે વધારે જગ્યાની જરૂર પડે છે.

મશરૂમ ઉગાડવા માટે કેટલીક સામગ્રીની જરૂર પડે છે. આ મશરૂમ ઉગાડવા માટેની સામગ્રી ભેગી કરવી થોડી મુશ્કેલી ભર્યું છે છતાં પણ તમે તમારા નજીકના હોર્ટિકલચર સેન્ટર અથવા તો નર્સરીમાંથી આ બીજ લાવી શકો છો.

Image Source

જરૂરી સામગ્રી:

 • એક કિલોગ્રામ ઘઉં અથવા ચોખાના સાંઠા
 • 100 ગ્રામ મશરૂમના બીજ
 • 10 લીટર પાણી
 • થર્મોમીટર
 • આરપાર દેખાઈ શકે તે પ્રકારની પ્લાસ્ટિક બેગ (2 કિલોગ્રામની ક્ષમતાવાળી)
 • ડોલ
 • ધાબળો અથવા થર્મોકોલ
Image Source

મશરૂમ ઉગાવવાની રીત:

 • સૌથી પહેલા ઘઉં અથવા ચોખાના સાંઠાને કીટાણું રહિત કરી દેવા, પાણીને 70 ડિગ્રી સેલ્સિયસ સુધી ઉકાળો, આગળ વધતા પહેલા થર્મોમીટરથી તાપમાન પણ ચકાસી લેવું.
 • સાંઠાને લઈને એક બાલ્ટી પાણીમાં બે કલાક સુધી પલાળી દેવા.ઇન્સ્યુલેશન માટે બાલ્ટીને ધાબળા અથવા તો થર્મોકોલથી ઢાંકી દેવા. બે કલાક પછી આ સાંઠાને 6થી 7 કલાક સુધી પંખાની નીચે અથવા છાંયડામાં સુકવી દેવા. તેના ઉપર તડકો ના પડવો જોઈએ, આ સાંઠાને તમે રાત્રે પણ સુકવી શકો છો.
 • સાંઠાના સુકાઈ ગયા બાદ તેને મશરૂમના બીજ સાથે 3 અલગ અલગ પલાસ્ટીક બેગની અંદર ભરી દેવા, ખાસ ધ્યાન રાખવું કે બીજ સમાન ભાગમાં બેગની અંદર ભરાવવા જોઈએ.
 • બેગને એ રીતે બંધ કરી દેવી કે તેની અંદર ભેજ ના જઈ શકે, બેગને બંધ કાર્ય બાદ તેની અંદર 10થી 15 કાણા કરી દેવા.
 • આ બેગને અંધારા વળી કોઈ બંધ જગ્યામાં જેમ કે કબાટ જેમાં 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય ત્યાં રાખી દેવા.
 • 15 થી 20 દિવસ સુધી આ બેગને ત્યાં જ રહેવા દેવી, જ્યાં સુધી આ તે સંપૂર્ણ રીતે સફેદ ના થઇ જાય, કદાચ કોઈ કારણોસર સફેદની જગ્યાએ કોઈ બીજો  રંગ આવી જાય છે તો તેને ફેંકી દેવા અને નવેસરથી જ પ્રક્રિયા શરૂ કરવી.

આ હતું ઉત્પાદનનું પહેલું ચારણ હવે બીજા ચરણમાં તમારે પ્લાસ્ટિક બેગની અંદર નમી યુક્ત વાતાવરણ બનાવવું પડશે, તેના માટે બેગને બાલ્કનીમાં રાખી દેવી, અને 4-5વખત તેને પાણીથી સ્પ્રે કરવું, જ્યાં સુધી મશરૂમ ઉગવા ના લાગે, મશરૂમના ઉગી ગયા બાદ તમારે તેને એક-એક કરીને તોડવી પડશે.

Image Source

“જો તમે સાચી અને વ્યવસ્થિત આ રીતે મશરૂમ ઉગાવશો તો તેનો ખર્ચ માત્ર 300 રૂપિયા સુધીનો આવશે અને તેમાં 2 કિલોગ્રામ સુધી મશરૂમ ઉગી નીકળશે જેની બજારમાં કિંમત 1200 રૂપિયા છે.” આ વાત મોનીકા ચૌધરીએ જણાવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.