હેલ્થ

જો ગળું ખરાબ થઈ જાય તો અપનાવો આ ઘરેલુ ઉપાય, તરત જ ફાયદો થશે

બદલતા વાતાવરણની સાથે ઘણા લોકોને ગળું ખરાબ થવાની સમસ્યા થતી હોય છે, અને આજના આ કોરોના સંક્રમણના ખતરાના કારણે ગળું ખરાબ થવું એ ચિંતાનો વિષય બની જાય છે, પરંતુ આજે અમે તમને એવા ઘરેલુ ઉપાય જણાવીશું જેના દ્વારા તમારૂ ખરાબ ગળું પણ ઝડપતી સારું થઇ જશે, તો ચાલો જોઈએ ઉપાય.

Image Source

1. મસાલા ચા:
લવિંગ, તુલસી, આદુ અને કાળા મરીને પાણીમાં નાખી ઉકાળવા, ત્યારબાદ તેની અંદર ચા નાખીને ચા બનાવી લેવી, હવે તેને ગરમ ગરમ જ પી લેવી જોઈએ જેના કારણે તે તમારા ખરાબ ગળાને પણ સારું બનાવી દેશે.

Image Source

2. આદુ અને મધ :
આદુની અંદર એન્ટિબેકટેરિયલ ગુનો રહેલા છે જે ગળાના ઇન્ફેક્શન અને દુઃખાવાને દૂર કરે છે. એક કપ પાણીની અંદર આદુ નાખીને ઉકાળી લેવું, થોડું ગરમ થયા બાદ તેની અંદર મધ ઉમેરી બે વાર પી જવું, ખુબ જ ફાયદો થશે.

Image Source

3. નાસ લેવો:
ઘણીવાર ગળામાં સોજો આવવાના કારણે ઇન્ફેક્શનની ફરિયાદ રહે છે તો તેના માટે એક મોટા વાસણની અંદર હળવું ગરમ પાણી કરીને રૂમાલથી મોઢું ઢાંકી નાસ લેવો જોઈએ, જેનાથી ઘણી રાહત મળી શકે છે.

Image Source

4. લસણ:
લસણ ઇન્ફેક્શન પેદા કરનારા જીવાણુઓને મારી નાખે છે, એટલા માટે જયારે ગળું ખરાબ હોય ત્યારે લસણ ખુબ જ ફાયદાકારક બને છે. લસણમાં રહેલા એલિસિન જીવાણુઓને મારવાની સાથે ગળાના સોજા અને દુઃખાવામાં પણ રાહત મળે છે. ઉપચાર માટે મોઢાની અંદર બંને ગાલ ઉપર એક એક લસણની કળી રાખીને ચૂસતા રહેવું.

Image Source

5. ગરમ પાણી અને મીઠાના કોગળા:
જયારે ગળામાં તકલીફ થાય છે ત્યારે અંદર સોજો પણ આવી જાય છે. મીઠું સોજાને ઓછો કરે છે. જેનાથી દુઃખાવામાં પણ રાહત મળે છે. તેના માટે એક કપ ગરમ પાણીની અંદર એક ચમચી મીઠું નાખી બરાબર ભેળવી લેવું અને ત્યારબાદ તેના કોગળા કરવા, આ પ્રક્રિયાને દિવસમાં ત્રણ વાર કરવી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.