રસોઈ

પ્રખ્યાત ગુજરાતી રેસીપી દાબેલી ને ઘરે જ બનાવો….તો નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી ને બનાવજો આજે જ

Image Source

દાબેલી નામ વાચી ને મોં માં પાણી આવી ગયું ને, મસ્ત, મજેદાર, તીખી અને ચટપટી વાનગી દાબેલી ને તમે બહાર તો ખૂબ ખાધી હશે. ક્યારેક ઘરે બનાવવા ની ઈચ્છા પણ થતી હશે, તો બનાવતા પણ હશો, પણ તે માટે આપણે દાબેલી નો મસાલો જે બહાર તૈયાર મળે છે તે લઈ આવી ને દાબેલી નું પૂરણ ભરતા હોઈએ છીએ. પણ જો તમને આ દાબેલી નો મસાલો ઘરે જ બનાવતા આવડી જાય તો મજા પડી જાય. ચાલો તો આજે આપણે દાબેલી બનાવવા ની રીત શીખીશું.

Image Source
 • તૈયારી નો સમય – 20 મિનિટ
 • બનાવવા નો સમય – 10 મિનિટ

દાબેલી નો મસાલો બનાવવા માટે ની સામગ્રી

 • જીરું – 1 ચમચી
 • એલચી – 1
 • લવિંગ – 5
 • કાળું મરચું – 1 ચમચી
 • તજ – 3 નાના
 • સફેદ તલ – 1 ચમચી
 • સુકાવેલું લાલ મરચું – 3
 • લાલ મરચાં નો પાઉડર – 1 ચમચી
 • ખાંડ – 1 ચમચી
 • વરિયાળી – 1 ચમચી
 • કોરિએંડલ બીજ – 1 ચમચી
 • સુકાવેલી કોથમીર – 1 ચમચી

પૂરણ માટે ની સામગ્રી

Image Source
 •  બાફેલા બટેટા ક્રશ કરેલા – 2 કપ
 •  સૌફ ના બીજ – 1 ચમચી
 •  હળદર નો પાઉડર – ½ ચમચી
 •  દાબેલી નો મસાલો – 2 ચમચી
 •  લાલ મરચાં નો પાઉડર – ½ ચમચી
 •  જીરું નો પાઉડર – ½ ચમચી
 •  કોથમીર ના પાન – 2 ચમચી
 •  ગરમ મસાલા નો પાઉડર – 1 ચમચી
 •  લીંબુ નો રસ – 2 ચમચી
 •  આમચૂર પાઉડર – ½ ચમચી
 •  તળેલા સીંગદાણા – 3 ચમચી

દાબેલી ની સજાવટ માટે ની સામગ્રી

 • નાયલૉન સેવ – ½ કપ
 • દાડમ – ½ કપ
 • તળેલા સીંગદાણા – ½ કપ
 • માખણ – 2 ચમચી
 • લીલા મરચાં ની ચટણી – ¼ કપ
 • લાલ મરચાં ની ચટણી – ¼ કપ
 • આંબલી ની ચટણી – ¼ કપ

ચટણી માટે ની સામગ્રી

 • લીલા મરચાં – 5
 • સુકવેલા લાલ મરચાં – 5
 • કોથમીર ના પાન – 1 જુડી
 • લસણ – લીલી ચટણી માટે 8 અને લાલ ચટણી માટે 8
 • સિરકા – 2 ચમચી

દાબેલી બનાવવા ની રીત

• સૌપ્રથમ ઉપર દાબેલી ના મસાલા માટે કહેલ બધી જ સામગ્રી ને સારી રીતે શેકી નાખો પણ લાલ મરચું અને ખાંડ ને નહીં કરતાં. લગભગ 1 થી 2 મિનિટ માટે તેને શેકી નાખો અથવા તેમાથી સુગંધ ના આવવા લાગે ત્યાં સુધી.

• શેકાઈ ગયા પછી તેને થોડું ઠંડુ થવા દો.

• હવે આ શેકેલા મસાલાને, લાલ મરચું અને ખાંડ ને એક સારા મિક્સર ના ઝાર માં પીસી નાખો. આ મસાલા ને એમ જ સૂકો જ પીસવા નો છે આથી તેમાં પાણી ના નાખવું.

• હવે એક વાસણ માં તેલ નાખી તેને ગરમ કરવા મૂકો પછી સૌફ ને વઘાર માટે તૈયાર કરી લો.

• ગરમ તેલ માં સૌફ નાખ્યા પછી તેમાં હળદર નો પાઉડર, 2 ચમચી દાબેલી નો મસાલો નાખી થોડી વાર માટે ચડવા દો. પછી તેમાં બટેટા ના કરેલા ક્રશ ને નાખી દો અને બરાબર મિશ્ર કરી લો.

• લાલ મરચાં નો પાઉડર, લીલી કોથમીર, ગરમ મસાલા નો પાઉડર, આમચૂર નો પાઉડર, મીઠું, જીરું નો પાઉડર, અને લીંબુ નો રસ પણ નાખી તેને મિક્સ કરી નાખો. તેને બરાબર ભેળવો અને ધીમા તાપે 1 થી 2 મિનિટ સુધી ચડવા દો.

• આમ આપણું પૂરણ તૈયાર છે. હવે તેને કોઈ એક પ્લેટ માં કાઢી લો અને ઠંડુ થવા દો. પછી તેમાં તળેલા સીંગદાણા અને દાડમ ના દાણા નાખી ને મિક્સ કરી નાખો.

• લીલા મરચાં, લસણ અને કોથમીર ને એકસાથે પીસી નાખો. આમ લીલા લસણ ની ચટણી બનાવી લો અને એક વાટકી માં કાઢી નાખો.

• હવે સુકાયેલા લાલ મરચાં, લસણ અને સિરકા ને પીસી નાખો અને લાલ લસણ ની ચટણી બનાવી નાખો, જેને એક વાટકી માં કાઢી નાખો.

• હવે દાબેલી ના પાઉં ને લો, તેને બરાબર વચ્ચે થી કાપી લો. ધીમે-ધીમે કરવું જેથી કરીને ને પાઉં બગડે નહીં.

• હવે પાઉં ના એક ભાગ માં 1 ચમચી લાલ ચટણી લગાવી લો, આમ જ બીજા ભાગ પર પણ લીલી ચટણી લગાવી લો.

• હવે તેની ઉપર 3 ચમચી જેટલું દાબેલી નું પૂરણ મૂકી તેને પાઉં પર ફેલાવી દો. તમે ઉપર થી તેમાં સીંગદાણા, દાડમ ના દાણા, અને સેવ પણ નાખી શકો છો. પછી તેની ઉપર આંબલી ની ચટણી પણ નાખો.

Image Source

• પછી પાઉં ના બીજા ને ભરેલા પાઉં પર દાબી દો, અને નોન સ્ટીક ના તવા પર મૂકી તેને શેકી અથવા ગરમ કરી લો.

• હવે પાઉં ને બંને બાજુ થી બરાબર માખણ માં કે તેલ માં શેકી લો અને તમે ઈચ્છો તો તેમાં થોડા વધારે સીંગદાણા અને દાડમ ના દાણા પણ નાખી શકો છો. હવે આ શેકેલા પાઉં ને ગરમા ગરમ પોતાની મનપસંદ ચટણી અને ડુંગળી સાથે ખાવા નો આનંદ માણો.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks