ખેલ જગત

પ્રેક્ટિસ કરી રહેલા ચહલને એવી જગ્યાએ વાગ્યો બોલ કે હવે લોકો કહી રહ્યા છે: “હવે લગ્ન બંધ રહેશે” જુઓ વિડીયો

પ્રેક્ટિસ સમયે ચહલને એવી જગ્યાએ વાગ્યો બોલ, લોકો બોલી ઉઠ્યા- હવે બિચારી ફિયાન્સ ધનશ્રી કોની સાથે…
ભારતીય ટીમના ખેલાડીઓ હવે આઈપીએલની તૈયારીમાં લાગી ગયા છે. આઈપીએલને હવે માત્ર થોડા જ સમયની વાર છે. ત્યારે આ દરમિયાન ભારતીય ટીમનો સ્પિન બોલર યજુવેન્દ્ર ચહલ ખુબ જ ચર્ચામાં છે.

ચહલના ચર્ચાનું કારણ હાલમાં જ થયેલી તેની સગાઈ છે. તેને ધનશ્રી સાથે સગાઈ કરી છે અને ટૂંક સમયમાં જ તેની સાથે લગ્ન પણ કરવાનો છે. પરંતુ હાલમાં આઇપીએલની પ્રેક્ટિસ દરમિયાન ચહલને એવી જગ્યાએ બોલ વાગ્યો જેના કારણે લોકો હવે કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે “હવે લગ્ન બંધ રહેશે.”

ચહલનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે જેમાં એબી ડિવિલિયર્સ પણ જોવા મળી રહ્યો છે. એબી ટેનિસ રેકટ દ્વારા બોલને ચહેલ તરફ મારે છે અને એ બોલ ચહલના પ્રાઇવેટ પાર્ટ ઉપર જઈને વાગે છે. ચહલ બોલ વાગતા જ ગુલાટી પણ ખાઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Middle stump Cricket (@middle.stump.cric) on

ત્યારે વાયરલ થયેલા આ વિડીયો ઉપર હવે લોકો અજીબો ગરીબ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે કહ્યું: “લગ્ન બંધ રહેશે.” તો કોઈ એમ પણ કહી રહ્યું છે કે “હજુ લગ્ન બાકી છે.” તો કોઈ એમ પણ કહી રહ્યું છે કે: “એબીડી, ચહલના જીવન સાથે ના રમીશ, એને થોડા મહિના પહેલા જ સગાઈ કરી છે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.