ધાર્મિક-દુનિયા

દિવસમાં 3 વાર બદલે છે રૂપ માતાજી, કહેવાય છે કે ઉત્તરાખંડમાં આવેલ પૂર માતાજીના ગુસ્સાનું જ પરિણામ છે, વાંચો માતાજીનો ઇતિહાસ

આપણા દેશમાં ઘણા મંદિરોમાં દેવી દેવતાઓના ચમત્કારો જોવા મળે છે, ઘણા વૈજ્ઞાનિકો પણ થાકી ગયા છતાં પણ એ ચમત્કારો પાછળનું કોઈ રહસ્ય આજે પણ ઉકેલાયું નથી, લોકો માટે એ શ્રદ્ધા અને ભક્તિનો વિષય છે, આ ચમત્કારોના કારણે જ મનુષ્યને દેવી દેવતાઓમાં અતૂટ આસ્થા છે.

Image Source

એવું જ એક ચમત્કારિક મંદિર દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું છે, આ મંદિરમાં બિરાજમાન મહાકાળી માતાજીને ભક્તો ધરી દેવી તરીકે ઓળખે છે. કહેવાય છે કે ધરી દેવી સમગ્ર ઉત્તરાખંડના રક્ષક પણ છે. પરંતુ ધારી દેવીના ગુસ્સાથી પણ ત્યારે લોકો પરિચિત થઇ ગયા જયારે ઉત્તરાખંડમાં ભયંકર પ્રલય આવ્યો હતો.

Image Source

ધરી દેવી માતાજીની એક ખાસ વિશેષતા છે કે એ દિવસમાં ત્રણ સ્વરૂપો ધારણ કરે છે. સવારમાં તે નાની બાલાનું સ્વરૂપ ધારણ કરે છે તો બપોરમાં યુવતીનું અને સાંજ થતા જ તે એક વૃદ્ધાનું રૂપ ધારણ કરી લે છે.

Image Source

પૌરાણિક ધારણા પ્રમાણે એક સમયે ભયંકર પૂરના કારણે કાલીમઠ મંદિર પણ બહી ગયું હતું, પરંતુ આ મંદિર એક ચટ્ટાનને જોડાયેલું હોવાના કારણે દેવીમાં ગામમાં જ આવી ગયા હતા. ત્યારબાદ માતાજીનો દૈવી આવાજ ગામ વાળને સંભળાયો અને માતાજીએ જ તેમની પ્રતિમાને જ્યાં હતી ત્યાંજ પાછી સ્થાપના કરવાનું જણાવ્યું અને ગામલોકોએ પણ તે પ્રતિમાને એજ જગ્યાએ સ્થાપિત કરી હતી.

Image Source

મંદિરના પુજારીઓના જણાવ્યા અનુસાર મંદિરમાં મહાકાળી માતાજીની પ્રતિમા દ્વાપર યુગથી જ સ્થાપિત કરવામાં આવી છે, કાલીમઠ અને કાલિસ્ય મઠોની અંદર મહાકાળી માતાજીની પ્રતિમાઓ ક્રોધ મુર્દ્રામાં જોવા મળે છે જયારે ધરી દેવીના મંદિરમાં આ પ્રતિમા એકદમ શાંત સ્વરૂપમાં જોવા મળે છે. શાંત મુદ્રામાં દેખાતા એ માતાજીની પ્રીતિમાંના ગુસ્સાની ખબર લોકોને ઉત્તરાખંડમાં જયારે ભયંકર પ્રલય આવ્યો ત્યારે પડી.

Image Source

ઉત્તરાખંડની અંદર હાઈડિલ પાવર પ્રોજેક્ટ દરમિયાન ધારીદેવીની પ્રતિમાને 16 જૂન 2013ની સાંજે ત્યાંથી ખસેડવામાં આવી હતી. જેવી જ પ્રતિમાને ખસેડવામાં આવી એના થોડા જ સમયમાં કેદારનાથની અંદર ભારે તબાહી જોવા મળી હતી.એવું પણ કહેવાય છે કે આ મંદિરની અંદર જ મહાકાળી માતાજીની કૃપાથી કાલીસદાસને જ્ઞાન પણ મળ્યું હતું. શક્તિપીઠોમાં કાલીમઠનું વર્ણન પુરાણોમાં પણ મળી આવે છે.
જય ધારીદેવી માતાજી..!!