ઇન્ડિયન ટીવી ઇન્ડસ્ટ્રીઝના સૌથી મોટા નામો પૈકી એક હિના ખાને 2 ઓક્ટોબરે તેનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.ટીવીની ફેમસ અને પોપ્યુલર વહુ હિના ખાને તેના બર્થડે પર તેના પરિવાર અને તેના મિત્ર માટે એક મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું.
હિના ખાનના બર્થડે પાર્ટીના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ વીડિયો અને ફોટોમાં હિના ખાન તેના ફ્રેન્ડ્સ અને પરિવાર સાથે મસ્તી કરતી નજરે ચડે છે.
View this post on Instagram
Birthday girl @realhinakhan with @themohitpathak . . #HinaKhan #HappyBirthdayHinaKhan
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં તેના પૂર્વ કો-સ્ટાર કાંચી સિંહ, અરિયા અગ્રવાલ, પાર્થ સમથાન સાથે મસ્તી કરતી નજરે ચડે છે. આ ખાસ દિવસે હિના ખાન બ્લેક ડ્રેસમાં નજરે આવી હતી.
હિના કેક કાપતી વખતે ખુબ જ ખુશ નજરે આવી હતી. તેની માતા પણ પાછળ જોવા મળી હતી. હિના તેના દોસ્તો સાથે જમકર ડાન્સ કર્યો હતો.
દોસ્તોએ જે સેલ્ફી અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, તેમાં હીના ઘણી ઉત્સાહિત જોવા મળી રહી છે. ‘કસોટી જિંદગી કી-2’ની એક્ટ્રેસ હીનાએ જન્મદિવસ પહેલા તેના અંગત લોકો અને મિત્રોએ તેની કેક અને ગિફ્ટ મોકલવાનું શરૂ કરી દીધું હતું. હિના ખાને તેના બર્થડે પર 25 કેક કાપી હતી. હિના ખાને તેના બર્થડે પર 25 કેક કાપી હતી. હિનાના બોયફ્રેન્ડ રોકીએ ખુદ કેક બેક કરી હતી. તેના 7 દિવસ પહેલા તેને ગુલદસ્તો મોકલવાનું શરૂ કરી દીધું હતું.
હિના ખાનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો હિના માટે આ વર્ષ બહુ જસારું રહ્યું હતું. હિના ખાને ‘કસોટી જિંદગી કી-2’ માં કોમોલિકાના રોલના એક્ટિંગના કારણે લોકોના દિલ જીતી લીધા હતા. હિના ખાનને Cannes film festival માં રેડ કાર્પેટ પર ડેબ્યુ શાનદાર રહ્યો હતો. ટીવીની સૌથી પોપ્યુલર એક્ટ્રેસ હિના ખાન જલ્દી જ બોલીવુડમાં ડેબ્યું કરશે. એકરિપોર્ટ અનુસાર, હંગામા પ્લેની અપકમિંગ વેબ સિરીઝ ડેમેઝડ-2માં લીડરોલમાં નજરે આવશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.