આજે ઇન્ટરનેટ એ લોકો માટે વરદાનરૂપ બન્યું છે જે લોકોને તેની ટેલેન્ટ દેખાડવા માટે કોઈ પ્લેટફોર્મ નથી મળતું. ત્યારે ઇન્ટરનેટ એ લોકો માટે સૌથી મોટું પ્લેટફોર્મ બનીને આવ્યું છે. આપણે છેલ્લા થોડા દિવસથી જોઈએએ છે કે, એવું ટેલેન્ટ સામે આવ્યું છે જે અત્યાર સુધી સિક્રેટ હતું.
અમે વાત કરીએ છીએ રાનુ મંડલની જે પશ્ચિમ બંગાળના રાનાઘાટ રેલવે સ્ટેશન પર ગીત ગાઈને પોતાનું અને પરિવારજનોનું ગુજરાન ચલાવતી હતી. ત્યારે રેલવે સ્ટેશન પર રાનુ મંડલ લતા મંગેશકરની ચર્ચિત ગીત ‘ એક પ્યાર કે નગ્મા હૈ’ ગીત ગાઈને રાતો રાત સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી.
સોશિયલ મીડિયામાં છવાઈ ગયા બાદ રાનુ મંડલની જીંદદગી બદલાઈ ગઈ છે. હાલમાં જ રાનુ મંડલને મેકઓવર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાનુ મંડલને મોટી-મોટી ઓફર આવવાની શરૂ થઇ ગઈ હતી. આ બધી ઓફર્સમાં સૌથી મોટી ઓફર જાણીતા સિંગર હિમેશ રેશમિયાએ આપી હતી.
View this post on Instagram
#ranumondal recorded her first song with Himesh Reshammiya. @realhimesh @ranumondal_teem
હિમેશ રેશમિયાએ તેની આગામી ફિલ્મમાં હૅપી હાર્ડી એન્ડ હીર ફિલ્મમાં રાનુને ગીત ગાવવાનો મૌકો આપ્યો હતો. આવાતનો ખુલાસો ખુદ હિમેશ રેશમિયાએ તેના ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો શેર કરીને કર્યો હતો. હિમેશ રેશમિયા દ્વારા શેર કરવામાં આવેલા આ વિડીયોમાં રાનુ ગીત રેકોર્ડ કરતી નજરે ચડે છે. રાનુ તેરી મેરી કહાની નામનું ગીત ગાયું છે. આ વીડિયોમાં હિમેશ તેનો આત્મવિશ્વાસ વધારે છે. હિમેશ અને રાનુનો આ વિડીયો જોઈને લોકો સોશિયલ મીડિયામાં લોકો તેની તારીફ કરી રહ્યા છે.
સાથે રાનુને મુંબઈમાં હિમેશ અને અન્ય જજ સાથે શો નો હિસ્સો બનવા જઈ રહ્યા છે.
રાનુ મંડલ પશ્ચિમ બંગાળ કૃષ્ણાનગર રહેવાસી છે. તેનું લાલન પાલન તેના આંટીએ કર્યું હતું. તેણીએ નાની ઉંમરમાં જ તેની માતાને ગુમાવી દીધી હતી. રાનુ તેનું ગુજરણ રેલવે સ્ટેશન અને લોકલ ટ્રેનમાં ગીત ગાઈને કરે છે. આ દરમિયાન જ રાનુનો રાનાઘાટ રેલવે સ્ટેશન પર ગીત ગાતો વીડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.
હિમેશે જણાવ્યું હતું કે, સલમાન ભાઈના પિતા સલિમ અંકલને એક વાર મને સલાહ આપી હતી કે જયારે તમે તમારી જિંદગીમાં એવા ટેલેન્ટેડ માણસને જુઓ તો એને જવા ના દ્યો. તેને વધુમાં કહ્યું હતું કે, તે માણસને તેની ટેલેન્ટ યપેર આગળ વધવા માટે મદદ કરો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks