ખબર

શા માટે અમદાવાદમાં ગુજરાતમાં કોરોનોના સૌથી વધુ કેસ છે ? વુહાનનું આ કનેક્શન છે મુખ્ય કારણ

ગુજરાતમાં કોરોનાના વધતા આંકડા ચિંતાનો વિષય બની રહ્યો છે. તાજેતરમાં આંકડા મુજબ ગુજરાતમાં 3000 થી વધુ છે. રાજ્યમાં કોરોનાથી મોતનો આંકડો અન્ય રાજ્યની સરખામણીએ વધુ છે. રાજ્યમાં મોતનો દર 4.3 ટકા છે. આ પાછળ વુહાનનું કનેક્શન હોઈ શકે છે.

Image Source

એક મીડિયા રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં ત્રણ ખાનગી હોસ્પિટલમાં પણ કોવિડ 19 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.આ પૈકી સ્ટર્લિંગ હોસ્પિટલના ઇંફેક્શિયસ ડિજિજ સ્પેશલિસ્ટ ડો. અતુલ પટેલે જણાવ્યા અનુસાર, રાજ્યનો હાઈ ફેટલિટી રેટ કોરોના વાયરસના L સ્ટ્રેનના કારણે હોઈ શકે છે. જણાવી દઈએ કે, અતુલ પટેલે આ વાતની શંકા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાનીમાં થયેલ મીડિયા ઇન્ટરએક્શનમાં વ્યક્ત કરી હતી.

Image Source

ડો. પટેલ મુજબ કોરોના વાયરસના 2 ખાસ સ્ટ્રેન્સ હોય છે. L અને S સ્ટ્રેન.
આમાંથી L સ્ટ્રેન એ જ છે જે મૂળ રીતે વુહાનમાં ફેલાયો હતો. આ વધુ પેથોજેનિક હોય છે અને ખૂબ જ ગંભીર બીમારી આપે છે અને મોત પણ જલ્દી થાય છે. વુહાન બાદ, L સ્ટ્રેનનો સ્પાંટેનિયસ મ્યૂટેશન થયો જે S સ્ટ્રેનમાં બદલાયો. જે થોડો હળવો છે અને ઓછો પેથોજિનિક છે. વુહાન, ઈટાલી અને યુરોપમાં L સ્ટ્રેન ટ્રેન્ડ જોવા મળ્યો જેથી ત્યાં હાલત ગંભીર બની હતી. ભારતમાં જે સૌપ્રથમ કોરોનાનો જે કેસ જોવા મળ્યો હતો તે કેરળમાં હતો જ્યાં વુહાનથી વિદ્યાર્થીઓ આવ્યાં હતાં. જો કે ત્યાં આ સંક્રમણ આગળ વધતા અટકાવવામાં કેરળ સફળ રહ્યું હતું.

image source

તેમણે કહ્યું હતું ગુજરાતમાં ઍરપોર્ટ પરથી અમેરિકા, યુરોપ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી પ્રવાસીઓ આવ્યાં હોય જેના કારણે શક્ય છે કે આ પ્રવાસીએ L સ્ટ્રેન લઈને આવ્યાં હશે અને તેના કારણે વધુ માત્રામાં કોરોના પોઝિટિવ દર્દીઓ વધી રહ્યાં છે. બીજી બાજુ એવું પણ છે કે દુબઈ અને અન્ય દેશોમાંથી પણ પ્રવાસીઓ આવ્યાં છે જેથી S સ્ટ્રેન પણ હોઈ શકે. જેથી હજુ તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે ગુજરાતમાં ચોક્કસ કઈ સ્ટ્રેન છે. પરંતુ તેની તપાસ ચાલી રહી છે. તેથી અહીં વાયરસનો મિક્સ્ડ સ્ટ્રેન છે. અમારે રિસર્ચ કરવી પડશે કે અહીં કયો સ્ટ્રેન વધુ ફેલાયેલ છે. મને લાગે છે કે ગુજરાતમાં L સ્ટ્રેન વધુ છે. જેના કારણે ઝડપથી મોત થઈ રહી છે.

image source

રિપોર્ટ મુજબ ડો. અતુલે જણાવ્યું કે ગુજરાતમાં મોતનો આંકડો વધુ જોવા પાછળ દર્દીઓમાં ડાયબિટીઝ અને હાઇપરટેન્શન જેવી બીમારીઓના લક્ષણ હોવા પણ એક અગત્યનું કારણ છે. જ્યારે સીએમ વિજય રૂપાણી મુજબ રાજ્ય, કોરોના મામલે ડબલિંગ રેટના પ્રમાણે પોતાને તૈયારી કરી રહ્યો હતો.

જણાવી દઈએ કે, ડૉ. પટેલે કહ્યું હતું કે આમ તો આખા વિશ્વમાં રસી શોધાવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આશા છે 6થી 7 મહિનામાં રસી શોધાઈ જશે. આ વેક્સિન આપણને એટલી જરૂરી છે કારણે આવતા વર્ષે આ વાયરસ ફરી હેરાન કરી શકે તેની સંભાવના પૂરી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.