ફિટ રહેવા માટે આપણે કેટલું બધું કરતા હોઈએ છીએ છતાં પણ આપણે ફિટ નથી રહી શકતા, વેબજન વધવાની કે ઘટનાવાની સમસ્યા આપણને આવી જ જતી હોય છે. વળી આજના સમયમાં બહારની ખાણીપીણી આ સમસ્યામાં વધારો કરે છે. તો મનમાં એ પ્રશ્ન થાય કે આપણો ડાયટ પ્લાન કેવો હોવો જોઈએ? તો આજે અમે તમને જે ડાયટ પ્લાન વિશે જણાવીશું એને તમે અનુસરશો તો તમે પણ ફિટ એન્ડ સ્ટ્રોંગ રહી શકશો.

સવારમાં આવું રાખવું તમારું ડાયટ:
વહેલી સવારે વધારે ખાવાનું ટાળવું જોઈએ. જો કે, ઘણા લોકો સવારથી જ ભારે અને તળેલ વસ્તુઓ ખાય છે જે બરાબર નથી. સવારે, નિયમિત કાર્ય કર્યા પછી, એક ગ્લાસ દૂધ લો જેમાં ક્રીમ ન હોય. આ સિવાય દૂધ સાથે 3-4 બદામ પણ ખાઈ શકાય છે. સવારે ખાલી પેટ પર ખાટ્ટા ફળો ના ખાવા જોઈએ. નહિંતર, તમે આખો દિવસ ખાટા ઓડકારનો અનુભવ થશે. સવારે ખાલી પેટે 2 ગ્લાસ પાણી પીવાનો પ્રયત્ન કરો.

સવારે 9 વાગે:
સવારે 9 વાગ્યાનો સમય નાસ્તાનો સમય છે, મોટાભાગના લોકો આ સમયે પોતાનું કામ શરૂ કરે છે. તમે નાસ્તામાં ફણગાવેલા અનાજ અથવા પ્લેટ મિક્સ અથવા વેજીટેબલ ઉપમા લઇ શકો છો. તેની સાથે ગ્રીન ટી અથવા એક ગ્લાસ જ્યુસ પણ ફાયદાકારક રહેશે.

આ પ્રકારે હોવું જોઈએ બપોરનું જમવાનું:
બપોરના 12 વાગ્યે લંચ લેવાનો સમય છે. તમે આ સમયે ખોરાક લઇ શકો છો. લંચમાં તમે 2 રોટલી, છોતરા વાળી દાળનો એક કટોરી, ભાત અડધી કટોરી, એક વાટકી લીલી શાકભાજી, એક વાટકી દહીં, અને કચુંબરની લઇ શકો છો કારણ કે તેમાં ભરપૂર પોષણ હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. જમ્યાના 10-15 મિનિટ પછી, તમે પુષ્કળ પાણી પી શકો છો.

3-4 વાગે કંઈક હલકું ફૂલકું લઇ શકો:
બપોરના જમવાના 3-4 કલાક પછી તમે કઈ હલકો ખોરાક લઇ શકો છો, જેમાં ભેળ અથવા ચા સાથે બે બિસ્કિટ પણ ખાઈ શકો છો. આ ઉપરાંત તમે કોઈ સીઝનલ ફળ પણ ખાઈ શકો છો. ગરમીની અંદર તમે કાકડી કે તરબૂચ પણ ખાઈ શકો છો એની એક કપ જ્યુસ પણ પી શકો છો. આ વસ્તુઓ તમારા શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદગાર બનશે.

રાત્રિનું જમવાનું કેવું હોવું જોઈએ?:
રાત્રે જમવામાં પણ તમે બપ્પોર જેવું જમી શકો છો. પરંતુ તેમાં ભાત ઓછા પ્રમાણમાં ખાવા. રાત્રે સુવાના ત્રણ કલાક પહેલા તમારું જમવાનું પૂર્ણ કરી લેવું, જેના કારણે તમારો ખોરાક સરળતાથી પાચન થઇ શકે અને તમને ગેસ અને એસીડીઈ જેવી સમસ્યા ના થાય.

સુવાના 1 કલાક પહેલા:
સુવાના એક કલાક પહેલા તમે અડધો ગ્લાસ દૂધ, એક ફળ અથવા તો જ્યુસ લઈ શકો છો.
આ રીતના ડાયટ પ્લાનથી તમે સ્ટ્રોંગ રહી શકશો. પરંતુ આ બધા સાથે થોડો વ્યાયામ પણ કરવાનું રાખવું જોઈએ અને દિવસ દરમિયાન જેમ બને તેમ વધારે પાણી પીવું ફાયદાકારક રહેશે.