ખબર

સાનિયા મિર્ઝા પછી હવે ભારત દેશની વધુ એક દીકરી પાકિસ્તાની ક્રિકેટરની બનશે દુલ્હન- વાંચો અહેવાલ

પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીના લગ્ન ભારતીય યુવતી સાથે થવા જઈ રહ્યા છે.જણાવી દઈએ કે આગળના ઘણા સમયથી એ ચર્ચા થઇ રહી હતી કે તે ક્રિકેટર હસન અલી ભારતીય યુવતી શામિયા આરઝૂ સાથે 20 ઓગસ્ટના રોજ દુબઈમાં લગ્ન કરશે.એવામાં અલીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, હાલ તેઓના લગ્ન ક્યારે થશે તે નક્કી થયું નથી, અને જ્યારે પણ નક્કી થશે તે જાતે જ તેની ઘોષણા કરી દેશે.

 

View this post on Instagram

 

I’m going to support my favourite player😝😝😝.Are you coming..?#PSL2019

A post shared by Hassan Ali (@ha55an_ali) on

લગ્નને લઈને આવેલી ખબરો પર હસન અલીએ ટ્વીટ કરતા કહ્યું કે,”હું એ સ્પષ્ટ કહી દેવા માંગુ છું કે મારા લગ્નની તારીખ હજી નક્કી થઇ નથી. અમારો પરિવાર એકબીજાને મળશે અને નક્કી કરશે.નક્કી થતા જ હું જાતે જ તેની ઘોષણા કરીશ”. આ ટ્વીટ પછી હવે તેના લગ્નની ચર્ચા પર બ્રેક લાગી ગઈ છે અને હવે ફૈન્સને તેઓની આગળની ટ્વીટની રાહ છે કે આખરે તેઓ ક્યારે લગ્નગ્રંથિથી જોડાશે.

રિપોર્ટમાં જણાવામાં આવ્યું હતું કે ગેંદબાજ(બોલર)હસન અલી હરિયાણાની એક યુવતીને પોતાનું દિલ આપી ચુક્યા છે અને તેઓના લગ્ન કરાવવા માટે બંને પરિવાર એકબીજાના સંપર્કમાં છે.એવામાં હવે હસન અલીના આવા ટ્વીટને લીધે તેઓના લગ્નની વાતો પર વિરામ આવી ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Hassan Ali (@ha55an_ali) on

આખરે કોણ છે શામિયા આરઝૂ:
શામિયા મુળ રૂપથી હરિયાણાના પલવલ જિલ્લાની રહેનારી છે.એર અમીરાતમાં ફ્લાઇટ એન્જીનીયર શામિયાએ માનવ રચના યુનિવર્સીટીથી બીટેક(એરોનોટિકલ)ની ડિગ્રી મેળવી છે.જો કે પહેલા તેની જેટ એરવેઝ માં નોકરી લાગી હતી અને હાલ તે આગળના ત્રણ વર્ષથી એર અમિરાતમાં ફ્લાઇટ એન્જીનીયરના પદ પર કાર્યરત છે.હાલ શામિયા પોતાના પરિવારની સાથે દુબઈમાં રહે છે જો કે તેના અમુક સગા સંબંધીઓ દિલ્લીમાં પણ રહે છે.

હસન અલી અત્યાર સુધીમાં 9 ટેસ્ટ અને 53 વનડે મેચ રમી ચુક્યા છે. વર્ષ 2017 માં પાકિસ્તાનની ચેમ્પિયન જીતમાં હસનનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. 25 વર્ષના આ ફાસ્ટ બોલરની વિશ્વ કપમાં ખરાબ પ્રદર્શનને લીધે આલોચના પણ થઇ હતી તેને પ્લેઈંગ 11 થી પણ બહાર થાવું પડ્યું હતું.

 

View this post on Instagram

 

Set your goals high and don’t stop till you get there.. #follow_ur_passion

A post shared by Hassan Ali (@ha55an_ali) on

જો કે આ પહેલી વાર નથી કે કોઈ પાકિસ્તાની ક્રિકેટર ભારતીય યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યા હોય.તેની પહેલા પણ અભિનેત્રી રીના રોય ક્રિકેટર મોહસિન ખાન સાથે અને ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા બલ્લેબાજ શોએબ મલિક સાથે લગ્ન કરી ચુકી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks