મનોરંજન

હાર્દિક પંડયાના લાડલાના નામનો થયો ખુલાસો, જાણો ક્યાં નામથી ઓળખાશે ‘જુનિયર પંડયા’?

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિચ તાજેતરમાં માતાપિતા બન્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પંડ્યાએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.

Image source

તાજેતરમાં પિતા બનનાર ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.તે ક્યારેક પોતાના પુત્ર સાથે અને ક્યારેક મંગેતર નતાશા સાથે તસવીરો શેર કરતા જોવા મળે છે.

Image source

તાજેતરમાં જ હાર્દિક તેની પત્ની અને બાળક સાથે હોસ્પિટલથી ઘરે પરત આવ્યો હતો. જ્યાં બંનેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Image source

હાર્દિક અથવા તેના પરિવારના કોઈએજુનિયર પંડયાનું નામ હજુ સુધી સોશિયલ મીડિયા પર જાહેર કર્યું નથી. જોકે કેક કંપનીએ તેના સોશિયલ મીડિયા પર એકાઉન્ટમાંથી કેકની તસવીર શેર કરી છે. જેમાં જુનિયર પંડયાનું નામ અગત્સ્ય લખેલું જોવા મળે છે. તે કેક પર સ્પષ્ટ રીતે લખાયેલું છે,સ્વાગત છે નેટ્સ (નતાશા) અને અગસ્ત્ય.

Image source

હાર્દિકે એક તસ્વીર શેર કરીને લખ્યું હતું કે, ‘આણંદની આકાંક્ષા હોસ્પિટલનો વિશેષ આભાર. છેલ્લા એક અઠવાડિયાથી તમ લોકોએ ઘરથી દૂર ઘર જેવો માહોલ આપ્યો છે.

Image source

હાર્દિક પંડ્યાએ આ વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરીએ નતાશા સ્ટેન્કોવિચ સાથે સગાઈ કરી હતી. આ બાદ લોકડાઉન દરમિયાન તેણે ફેન્સને કહ્યું કે તેઓ પિતા બનશે.

Image source

આ પહેલા નતાશાએ હાર્દિક અને પુત્ર સાથે તસવીર શેર કરતી વખતે લખ્યું હતું કે મારું કુટુંબ, મારી દુનિયા.

Image source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.