25 માર્ચથી ચાતરી નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે. અને આ નવરાત્રીમાં જ સૌથી મોટા ગ્રહ તરીકે ઓળખાતા ગુરુનું રાશિ પરિવર્તન થવાનું છે. ગુરુ ગ્રહ 30 માર્ચના રોજ મકર રાશિમાં ગોચર કરવાનો છે. ત્યારબાદ 30 જૂનના રોજ ત્યાંથી ઘણું રાશિની અંદર પપ્રવેશ કરશે. ગુરુનું આ ભ્રમણ ઘણી રાશિઓ માટે શુભ પણ માનવામાં આવી રહ્યું છે. તો ચાલો જાણીએ તમારી રાશિ અનુસાર શું બદલાવ આવવાનો છે તમારા જીવનમાં.

મેષ રાશિ:
ગુરુનું રાશિ ભ્રમણ કરવું મેષ રાશિના જાતકો માટે ખુબ જ શુભ સંકેત છે. આ જાતકોના લોકોને માનસિક તાણથી શાંતિ મળવાના અણસાર છે. અવિવાહિત લોકોને પણ સારા સમાચાર મળી શકે છે.
વૃષભ રાશિ:
આ રાશિના જાતકો માટે પણ રોકાયેલા કામ પૂર્ણ થવાના સંકેત છે તેમજ દરેક ક્ષેત્રમાં સકારાત્મક પરિણામો પણ મળશે. પરંતુ આ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્ય માટે સતર્ક રહેવું પડશે સાથે પરિવારમાં પણ તણાવ જેવી સ્થિતિ બની શકે છે.
મિથુન રાશિ:
આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય સારું રહેશે, તેમજ આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે સાથે રોકાયેલા કામો પણ પાર પડી શકે છે. બસ યાત્રા કરવા દરમિયાન થોડી સાવધાની રાખવાની જરૂર છે.

કર્ક રાશિ:
આ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે, કોઈ નવી બીમારીની ચપેટમાં ફસાઈ શકવાના અણસાર છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે આ સમય દરમિયાન તેમજ રોકાણમાં લાભ પણ થઇ શકે છે.
સિંહ રાશિ:
આ રાશિના જાતકોને નવી નોકરી મળવાના સંકેતો છે તેમજ પોતાનું કામ પર પાડવા માટે વધારે મહેનત કરવાની જરૂર પડશે. પરિવારમાં ઝગડા થવાની પણ સંભાવના છે.
કન્યા રાશિ:
આ રાશિના જાતકો માટે ગુરુનું રાશિ ભ્રમણ ખુબ જ શુભ રહેવાનું છે. જે લોકોને નોકરી નથી મળતી એ લોકોને સારી નોકરી મળી શકે છે સ્વાસ્થ્યને લઈને થોડા સતર્ક પણ રહેવાની જરૂર છે.

તુલા રાશિ:
તુલા રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિ સારી રહેશે તેમજ નોકરી અને ધંધાકીય કામ કાજ માટે આ સમય દરમિયાન સંઘર્ષ કરવાની જરૂર પણ પડી શકે છે.
વૃશ્ચિક રાશિ:
આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ આ સમય દરમિયાન સારી રહેશે, જૂની કોઈ બીમારીથી છુટકારો મળી શકે છે. તમારા પરિવારમાં વિવાદ થઇ શકે છે માટે આ સમય દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે.
ધન રાશિ:
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે તેમજ આર્થિક સ્થિતિ પણ સારી રહેશે, લગ્ન ઇચ્છુક વ્યક્તિઓને જીવનસાથી મળવાની સંભાવના છે.

મકર રાશિ:
કેરિયર અને ભણતરના ક્ષેત્રમાં નવી સિદ્ધિ મળી શકે છે. કોઈ ધાર્મિક સ્થળની યાત્રા ઉપર પણ આ સમય ડામરિયાં તમે જઈ શકો છો. આ સમય દરમિયાન પૈસાની લેવડ દેવડ ના કરો એ તમારા માટે સારું રહેશે.
કુંભ રાશિ:
આ સમય દરમિયાન તમારા આર્થિક ક્ષેત્રમાં સુધારો આવી શકે તેમ છે. જમીન અને મિલકતમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે. ગાડી ચલાવતી વખતે સાવધાની રાખવી જરૂરી છે.
મીન રાશિ:
આ રાશિના જાતકો માટે ઓફિસમાં કામ વધવાના કારણે માનસિક તાણ વધી શકે છે પરંતુ પહેલા કરતા તમારી આર્થિક સ્થિતિ વધુ સારી બની શકે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.