ખબર

ગુજરાતી સિનેમાના ચાહકો માટે માઠા સમાચાર, દિગ્ગજ અભિનેતાનું નિધન

ગુજરાતી સિનેમા માટે આજનો દિવસ ખુબ જ દુઃખદ રહ્યો છે.આજે ગુજરાતી સિનેમાના દિગ્ગજ અભિનેતા એવા અરવિંદ જોશીનું નિધન થયું છે, જેના કારણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊંડા દુઃખમાં છે.

Image Source

અરવિંદ જોશી બૉલીવુડના ખ્યાતનામ અભિનેતા સરમન જોશીના પિતા હતા. સરમન જોશીએ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પિતાના અવસાનના દુઃખથી સરમનને પણ ઊંડો આઘાત લાગ્યો છે. અરવિંદ જોશી અભિનેતા ઉપરાંત ગુજરાતી રંગભૂમિના કલાકાર, નિર્માતા, દિગ્દર્શક જેવી બહુમુખી પ્રતિભા હતા. આજે વહેલી સવારે નિધન થતા ચાહકો ઊંડા દુઃખમાં છે.

Image Source

અભિનેતા અરવિદ જોશીની અંતિમ વિધિ મુંબઈમાં યોજવામાં આવશે. તેમના નિધનના સમાચાર સાંભળી અને ઇન્ડસ્ટ્રીના લોકો સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા લાગી ગયા છે.