ખબર

ગુજરાતમાં નથી થંભી રહ્યો કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકના આંકડા છે મૂંઝવી દેનારા

ઘટતા જતા કોરોનાએ ફરી તેનો હાહાકાર મચાવવનું શરૂ કરી દીધું છે, સમગ્ર ભારતમાં કોરોનાના ફરીવાર ભયજનક આંકડાઓ સામે આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ પરિસ્થિતિ વધુ ગંભીર બનતી જોવા મળી રહી છે.

છેલ્લા એક મહિનાથી કોરોના કેસોમાં 400થી નીચે રહેલો આંકડો હવે 400 પર પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકની અંદર જ કોરોનના નવા 424 કેસ નોંધાયા છે. હાલ ગુજરાતની અંદર કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1991 છે જયારે વેન્ટિલેટર ઉપર 35 દર્દીઓ છે.

ગયા અઠવાડિયે એટલે કે 18 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની અંદર કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1696 હતી. જેમાં હવે 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે અમદાવાદમાં જ એક માત્ર મોત થયું છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 4408 છે તો માત્ર અમદાવાદમાં જ 2311 છે.

ગુજરાતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 2,68,571 થઇ ચુકી છે. છેલ્લા એક અઠવાડિયામાં જ કોરોનાના નવા 2274 કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર વડોદરા શહેરમાં 79 અને ગ્રામ્યમાં 10 નવા કેસો નોંધાતા કુલ 89 કેસો નોંધાયા છે.