અમદાવાદના ચકચારી આઇશા કેસમાં નવા ખુલાસાઓ થતા રહે છે, ત્યારે વટવાની આઇશાના આત્મહત્યા કેસમાં પતિ આરીફ ત્રણ દિવસના રિમાન્ડ પર છે. બીજી તરફ આરોપી પતિ આરીફ મોબાઈલ ફોન મળી આવતા અનેક નવા ખુલાસા થઈ શકે છે. મોબાઈલ ફોનમાંથી તમામ ડેટા મળી આવ્યા છે ત્યારે આરોપી આરીફ અને તેના પરિવાર આર્થિક રીતે સદ્ધર હોવા છતાં પણ આઇશા પરિવાર પાસે અવારનવાર પૈસા માગણી કરતા હોવાનું સામે આવ્યું છે.
આઇશાએ મોતને હસતાં મોઢે વ્હાલું કર્યું હતું. આઇશાએ આત્મહત્યા કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો અને મોતની છલાંગ લગાવી હતી. આ આપઘાત કેસમાં રિવરફ્રન્ટ પોલીસે રાજસ્થાનથી આઇશાના પતિ આરીફને ઝડપી પાડયો હતો. આ બાદ આરોપીને અમદાવાદ લાવીને પોલીસે પૂછપરછ હાથ ધરી હતી.
અમદાવાદની આઇશા આત્મહત્યા કેસ વિધાનસભામાં ગૃહમાં પણ ચર્ચાયો હતો. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, દીકરીએ વીડિયો બનાવીને આત્મહત્યા કરી એ ઘટના હચમચાવી દે તેવી છે. અમે સરખી રીતે ન્યાય અપાવવા કટિબદ્ધ છીએ.
મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે આરીફના પોલીસ રિમાન્ડ દરમિયાન તપાસમાં અનેક હકીકતો સામે આવી છે. આરીફ લગ્નના થોડા સમય પછી ઘરની નાની-નાની વાતોમાં આઇશા સાથે મારઝૂડ કરતો હતો એટલું જ નહીં પતિ આરીફે આઇશાને ચારથી પાંચ જેટલા લાફા મારતા આંખમાંથી લોહી નીકળ્યું હોવાની કબૂલાત કરી છે.
રિવરફ્રન્ટ પોલીસે આરોપી આરીફના મોબાઈલ ફોન એફ.એસ.એલમાં મોકલવામાં આવશે. સાથે જ આ કેસમાં પોલીસ સાયન્ટિફિક પુરાવા મેળવી તપાસ કરવામાં આવી રહી છે પણ આરોપી મોબાઈલ ફોનમાંથી અનેક ચોંકાવનારી હકીકત સામે આવી શકે છે.
શું છે ઘટના ?
અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી અને રાજસ્થાનના જાલોર ખાતે પરણાયેલી આઇશા નામની યુવતીએ પતિ અને સાસરિયાના ત્રાસથી સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો.
આપઘાત કરતા પહેલા આઇશાએ એક વીડિયો રેકોર્ડ કર્યો હતો અને તેના પતિને મોકલ્યો હતો. આપઘાત પહેલા આઇશાએ તેના પતિ અને તેના માતાપિતા સાથે પણ વાતચીત કરી હતી. માતાપિતા સાથેની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો હતો.
જુઓ વીડિયો :-
Even it needed a big heart to listen this conversation. 💔#AyeshaSuicideCase https://t.co/eN4ZKDTyY9
— Farhan Shabbir 🍁 (@extroverterr) March 2, 2021