રસોઈ

ઠંડીમાં બનાવો સ્પેશિયલ લીલી ડુંગળીના ભજીયા, આજ પહેલા ક્યારેય તમે નહિ ખાધા હોય, વાંચો રેસિપી

ઠંડીના વાતાવરમાં ભૂખ વધારે લાગતી હોય છે અને એમાં પણ ચટપટું ખાવાની સૌને વધારે ઈચ્છા થતી જ હોય છે અને એમાં પણ ગુજરાતીઓને ખાસ ભજીયા ખાવા ખુબ જ પસંદ પણ હોય છે. અલગ અલગ પ્રકારના ભજીયા આપણે ઘરે અને બહાર પણ ખાતા હોઈએ છીએ ત્યારે આજે અમે ખાસ તમારા માટે લીલી ડુંગળીના ભજીયાની રેસિપી લઈને આવ્યા છે જે આજપહેલા તમે ક્યારેય નહિ ખાધા હોય, ટેસ્ટ એવો આવશે કે તમને વારેવારે બનાવવાનું મન થતું રહેશે, તો નોંધી લો એકદમ સરળ રેસિપી.

Image Source

લીલી ડુંગળીના ભજીયા બનાવવાની સામગ્રી:

 • 5-6 લીલી ડુંગળી
 • 1 કપ બેસન
 • 1/4 ટે.સ્પૂન લાલ મરચું
 • 1/2 ટે.સ્પૂન હળદર
 • 1/4 ટે.સ્પૂન ખાવાનો સોડા
 • 1/2 ટે.સ્પૂન ગરમ મસાલો
 • 1/4 ટે.સ્પૂન ધાણા પાવડર
 • પાણી- જરૂરિયાત પ્રમાણે
 • તેલ- જરૂરિયાત પ્રમાણે
 • મીઠું- સ્વાદ અનુસાર
Image Source

લીલી ડુંગળીના ભજીયા બનાવવાની રીત:

 • સૌથી પહેલા લીલી ડુંગળીને એકદમ બારીક કાપી લેવી
 • ત્યારબાદ એક વાસણમાં ડુંગળી સાથે બેસન ઉમેરી તેની અંદર મરચું, હળદર, ખાવાનો સોડા, ગરમ મસાલો, ધાણા પાવડર, ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
 • બધી જ વસ્તુઓને બરાબર ભેળવ્યા બાદ તેની અંદર જરૂરિયાત પ્રમાણેનું પાણી ઉમેરી સામાન્ય ભજીયા બનાવવા જે રીતે ખીરું બનાવીએ એમ જ ખીરું બનાવી લેવું.
 • ધીમા તાપ ઉપર ગેસ ચાલુ કરી એક કઢાઈમાં માપસરનું તેલ ગરમ કરવા રાખી દેવું.
 • તેલ ગરમ થઈ ગયા બાદ ભજીયા બનાવીએ એ રીતે ગોળ આકારમાં તેલમાં મુકતા રહો અને જ્યાં સુધી તે બરાબર થઇ ના જાય ત્યાં સુધી તેને ગોળ ગોળ ફેરવતા રહો.
 • ભજીયા બરાબર બની ગયા બાદ તેને એક પ્લેટમાં કાઢી ચટણી અથવા તો સોસ કે ચા સાથે પીરસી દો.
Image Source

બનેલા ભજિયાને ગરમ ગરમ ખાવામાં આવશે તો ટેસ્ટ વધુ સારો લાગશે, તમને જો આ રેસિપી ગમી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો જેના કારણે આમે આવી જ સરળ અને ટેસ્ટી રેસિપી તમારા માટે લાવતા રહીએ.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.