ખબર

ગુજરાતમાં સંબંધો લજવાયા, ઘરના આ નજીકના વ્યક્તિએ જ ચાર વર્ષની પૌત્રી દુષ્કર્મ આચર્યું, પછી ઠંડા કલેજે કરી હત્યા

ઘરનો આ મોટો સભ્ય જ નીકળ્યો હૈવાન, દરીંદૉ, ચાર વર્ષીય પૌત્રી સાથે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી, રમાડતા-રમાડતા એવી જગ્યાએ લઇ ગયો કે…

ગુજરાતમાં સંબંધોને શર્મસાર કરનારી ઘણી બધી ઘટનાઓ છેલ્લા થોડા સમયમાં સામે આવી છે, જેમાં મહિલાઓ અને યુવતીઓ તેમજ કિશોરીઓ સાથે ઘરના જ કોઈ વ્યક્તિએ દુષ્કર્મ કર્યું હોવાના મામલાઓ નોંધાઈ ચુક્યા છે. પરંતુ હાલ જે ઘટના સામે આવી છે જે તેને લોકોમાં આક્રોશ પેદા કરી દીધો છે. એક 4 વર્ષની માસુમ બાળકી સાથે તેના જ દાદાએ દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધી.

આ હચમચાવી દેનારી ઘટના સામે આવી છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના આનંદ પુરા ગામમાંથી. જ્યાં એક કૌટુંબિક દાદાએ જ 4 વર્ષની પૌત્રી સાથે દુષ્કર્મ આચાર્ય બાદ તેની ઘાતકી રીતે હત્યા કરી નાખી. આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર બાળકી બપોરના રોજ ગમ થઇ ગઈ હતી. મોદી સાંજ સુધી પણ બાળકીનો શોધખોળ કરતા તેનો કોઈ અત્તોપત્તો ના લગતા પરિવારજનો પણ ચિંતામાં મુકાયા હતા.

તે દરમિયાન જ પરિવારને જાણ મળી કે ઘરની પાછળ જંગલમાં બાળકીની હત્યા કરી અને લાશ ફેંકી દેવામાં આવી છે, જેના બાદ પરિવાર માથે દુઃખોનું આભ તૂટી પડ્યું. આ ખબર જંગલમાં આગની જેમ ગામમાં ફેલાઈ ગઈ અને સાથે જ એ અફવા પણ ફેલાઈ કે ગામમાં આવેલા લાકડાના કારખાનામાં કામ કરતા કોઈ પરપ્રાંતીય વ્યક્તિએ બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી નાખી છે, જેના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ લાકડાના ગોડાઉનમાં પણ આગ લગાવી દીધી હતી.

આ ઘટનાને લઈને પોલીસ પણ તાત્કાલિક ગામમાં આવી પહોંચી હતી અને સૌપ્રથમ આગ હોલવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ બાળકીની હાલત જોઈને જ તેની સાથે કુકર્મ થયું હોવાનું જણાઈ આવ્યું અને પોલીસે આ મામલે ઊંડાણથી તપાસ કરતા જે વ્યક્તિનું નામ સામે આવ્યું તે જાણીને પોલીસ સાથે ગામના લોકો અને પરિવારજનો પણ હેરાન રહી ગયા હતા. બાળકી સાથે દુષ્કર્મ બીજા કોઈ નહિ પરંતુ તેના જ દાદાએ કર્યું હતું.

પોલીસ આરોપીની તાત્કાલિક ધરપકડ કરી લીધી અને પુછપરછ દરમિયાન એવી હકીકત સામે આવી કે દાદાએ બાળકીને બિસ્કિટની લાલચ આપીને ઘરની પાછળ આવેલા જંગલમાં લઇ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું. આ દરમિયાન બાળકી પણ ચીસો પાડતી રહી પરંતુ કોઈ સાંભળનારું નહોતું. દુષ્કર્મ આચાર્યા બાદ દાદાને એમ થયું કે તેની હાલત વિશે પરિવારને ખબર પડી જશે, એ ડરથી તેને બાળકીનું વનસ્પતિના વેલાથી ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.