માણસ હંમેશા બે દુનિયામાં જીવતો હોય છે એક સપનાની દુનિયા અને બીજી નરી આંખે જોવાતી દુનિયા, માણસ જયારે સપનાની દુનિયામાં હોય છે ત્યારે તે સપનામાં જ ક્યાંનો ક્યાંય પહોંચી જાય છે, કોઈપણ વ્યક્તિને મળી પણ શકે છે અને ઘણી જ એવી વસ્તુઓ સ્વપ્નમાં આવી ચઢે છે જે કદાચ આપણી કલ્પના બહારની પણ હોઈ શકે. સપનામાં દેખાતી કેટલીક વસ્તુઓ શુભ છે કે અશુભ એ સ્વપ્નશાસ્ત્ર દ્વારા નક્કી થયું હોય છે, ઘણા લોકોને સપનમાં કોઈ ખજાનો કે સોનુ પણ દેખાતું હોય છે, સોનુ દેખાવવું એ શુભ છે કે અશુભ એ વાત આપણે સ્વપ્નશાસ્ત્રના કેટલાક કારણો અનુરૂપ જાણીશું.

સપનામાં સોનુ દેખાવવું:
સપનાની અંદર સોનુ દેખાવવું સ્વપ્નશાસ્ત્ર અનુસાર અશુભ માનવામાં આવૅ છે, જેના અનુરૂપ તમને ધનની હાનિ પણ થઇ શકે છે. એટલું જ નહિ સાથે તમારા પરિવામાં બીમારીઓ પણ વધી શકે છે. જો તમને પણ સ્વપ્નમાં સોનુ દેખાય છે તો તમારે તમારી સંપત્તિનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે જ પરિવારના સદસ્યોની પણ કાળજી લેવી જોઈએ.

સ્વપ્નમાં સોનુ મળવું:
જો તમને પણ સ્વપ્નની અંદર સોનુ મળે છે તો સવપશાસ્ત્ર મુજબ આ એક શુભ સંકેત છે. તેનાથી તમને ધનની પ્રાપ્તિ થઇ શકે છે સાથે જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરી રાખ્યું છે તો તેમાં પણ તમને સારા લાભ થવાની સંભાવના રહેલી છે. જો તમે નોકરી કરી રહ્યા છો તો તમારા પગારમાં પણ વધારો થઇ શકે છે અને જો તમે કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છો તો તમારા ધંધામાં વૃદ્ધિ પણ આવી શકે છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં સોનુ મળવું એ ખુબ જ શુભ સંકેત છે.

સ્વપ્નમાં સોનુ આપવું:
જો તમને સપનાની અંદર તેમે કોઈને સોનુ આપી રહ્યા છો તેવું દેખાઈ રહ્યું છે તો આ ખુબ જ અશુભ સંકેત છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર તમે મૂર્ખતાના કારણે તમારું ધન બીજા કોઈને આપી શકો છો. જયારે તમને આવું સ્વપ્ન આવે ત્યારે ભૂલથી પણ તમારે કોઈને ઉધાર ના આપવું તેમજ કોઈના કહ્યા અનુસાર કોઈ જગ્યાએ રોકાણ પણ કરવું નહિ.જો તમે આવું કઈ કરો છો તો તે ખુબ જ મોટું નુકશાન માનવામાં આવે છે, માટે સમય પહેલા જ સાવચેત થઇ જવું જોઈએ.

સ્વપ્નમાં ખજાનો દેખાવવો:
સ્વપ્નશાસ્ત્ર પ્રમાણે જો કોઈ વ્યક્તિને સપનાની અંદર કોઈ ખજાનો દેખાઈ રહ્યો છે તો તેના દ્વારા તેના જીવનમાં ખુબ જ મોટું પરિવર્તન આવી શકે છે. આ પરિવર્તન શુભ અને અશુભ બંને પ્રકારનું હોઈ શકે છે. જો તમને પણ આવું સ્વપ્ન દેખાય છે તો તમારે પહેલાથી જ સાવચેત થઇ જવું જોઈએ અને ખાસ કરીને પોતાની ધન સંપત્તિ અને પરિવારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

સ્વપ્નમાં સોનાનું આભૂષણ મળવું:
જો તમને પણ સ્વપ્નની અંદર કોઈ સોનાનું આભૂષણ મળી રહ્યું છે તો સ્વપ્નશાસ્ત્ર અનુસાર આ ખુબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જેનાથી તમને થોડા જ સમયમાં કોઈ મોટો લાભ થવાની પણ આશંકા રહેલી છે. આ લાભ તમને પારિવારિક કે આર્થિક કોઈપણ રીતે થઇ શકે છે. જો તમે કોઈ નોકરી કરી રહ્યા છો તો તેનો પગારવધારો થવાની શક્યતા છે અને ધંધો કરી રહ્યા છો તો ધંધામાં પણ આવકના નવ સ્ત્રોત ઉભા થવાની સંભાવના રહેલી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.