ખબર

છોકરીનો બળાત્કાર કરીને વિડીયો કર્યો હતો વાઇરલ, પોલીસે એન્કાઉંટરમાં મારી ગોળી અને પછી જે થયું એ…

ઉત્તરપ્રદેશની પોલીસે કુખ્યાત અપરાધીઓની સાથે સાથે હવે બળાત્કારીઓનું પણ એન્કાઉંટર કરવાનું શરૂ કરી દીધું છે. એવામાં કૌશાંબી જિલ્લામાંથી તાજેતરમાં આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાંના એક બળાત્કારીની ધરપકડ કરી લેવામાં આવી છે.

એન્કાઉંટરના દરમિયાન ત્યાંના સરાય અકિલ થાણા વિસ્તારમાં 15 વર્ષની નાબાલિગ કિશોરી પર ગેંગરેપ કરનારા ત્રણ બળાત્કારીઓમાના મુખ્ય આરોપી આદિલની પોલીસે ધરપકડ કરી લીધી છે. જણાવી દઈએ કે આરોપીઓએ બળાત્કાર કરવાના સમયનો વિડીયો પણ બનાવીને વાઇરલ પણ કર્યો હતો.

Image Source

શું હતી પુરી ઘટના?:

15 વર્ષની કિશોરી જ્યારે ખેતરમાં ઘાસ કાપવા માટે ગઈ હતી ત્યારે ગામના ત્રણ યુવકોએ મળીને તેની સાથે બળાત્કાર કર્યો હતો, અને વિડીયો પણ વાઇરલ કરી દીધો હતો. છોકરીની ચીસો સાંભળીને આસપાસના ખેતરમાંથી અમુક લોકો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા, પણ ત્યાં સુધીમાં આરોપીઓ દુષ્કર્મ કરીને ફરાર થઇ ગયા હતા, જ્યારે એક આરોપી નાજિમને ગામના લોકોએ પકડી લીધો હતો અને ખુબ માર્યો હતો અને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો.

પિતા સાથે કરવામાં આવ્યો હતો દુર્વ્યવહાર:

જ્યારે પીડિત કિશોરીના પિતા ઘટનાની ફરિયાદ લઈને જયારે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ત્યાં હાજર પોલીસકર્મીઓએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો, અને પોલીસ સ્ટેશન જ બેસાડી રાખ્યા હતા.

એવામાં વાઇરલ વીડિયો સામે આવતા પોલીસને બધી ઘટનાની જાણ થઇ ગઈ. વીડિયોમાં પોલીસને જોવા મળ્યું હતું કે ત્રણે આરોપીઓ કિશોરીને બળજબરીથી પકડીને બળાત્કાર કરી રહયા હતા, એવામાં વિડીયો વાઇરલ થયા પછી આરોપીઓની શોધ વધારે કડક બની ગઈ હતી અને પોલીસકર્મીઓએ તેઓને પકડવા માટેનું એન્કાઉંટર શરૂ કરી દીધું હતું.

Image Source

24 સપ્ટેમ્બરના રોજ પોલિસને સૂચના મળી હતી કે દુષ્કર્મ કરનારો મુખ્ય આરોપી આદિલ પીપરી ક્ષેત્રમાં પોતાની બાઈકથી ક્યાંક જઈ રહ્યો છે. સૂચના મળવા પર એસઓજી ની ટિમ અને સ્થાનીય પોલીસે ઘેરાબંધી કરીને આદિલને પકડવાની કોશિશ કરી હતી. એન્કાઉન્ટર દરમિયાન આદિલે ફાયરિંગ શરૂ કરી દીધું હતું એવામાં પોલીસે પણ આદિલની સામે ફાઈરિંગ કરી હતી, જેમાં આદિલના બંન્ને પગમાં ગોળી લાગી ગઈ હતી.

ગોળી લાગતા જ આરોપી ઘાયલ થઈને નીચે પડી ગયો હતો. ગોળી લાગવાને લીધે આદિલને જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરાવામાં આવ્યો છે. જ્યારે ત્રીજો આરોપી હજી સુધી ફરાર છે. જણાવી દઈએ કે આરોપીને પકડવા માટે પોલીસે 25-25 હજારનું ઇનામ પણ ઘોષિત કરેલું હતું.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.