વાયરલ

લગ્નનો વાયરલ વીડિયો: લગ્ન દરમિયાન દુલ્હને કર્યું કંઈક એવું કે, જોતા જ બધા હસવા લાગ્યા..

જીવનમાં ઘણી હરકત થઇ જાય છે કે બાદ આપણે હસવું નથી રોકી શકતા. આજકાલ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોયા બાદ તમે પણ કહેશો કે જીવનમાં પ્રેમ ટકાવી રાખવા માટે આ બધું કરવું જરૂરી છે. જીવનમાં બધી હરકત બહુ જ પ્રેમાળ હોય છે. આ હરકત ફક્ત એક લોકોને જ નથી હસાવી શકતી પરંતુ ઘણા લોકોને હસાવે છે.

Image source

હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, લગ્ન થઇ રહ્યા છે અને ફેરાનો સમય થઇ ગયો છે. આ લગ્ન ગુરુદ્વારામાં થઇ રહ્યા હોય છે. વરરાજો જેવો ફેરા ફરવા માટે ઉભો થાય તે ઉંધી દિશામાં ચાલવા લાગે છે. આ બાદ દુલ્હન પાછળની તરફથી તેનો કુર્તો ખેંચો છે. આ બાદ વરરાજો સાચી દિશામાં ફેરા ફરવા લાગે છે.

Image source

આ સમયે વરરાજો પણ હસવા લાગે છે અને વિડીયો બનાવનારને પણ હસવું આવી જાય છે. ઘણા લોકો આ વિડીયો શેર કરીને લખે છે કે, તલવાર ગમે તેના હાથમાં હોય પરંતુ બોસ હંમેશા એ જ હોય છે. તો ઘણા લોકાએ આ વિડીયો શેર કરતા લખ્યું હતું કે, પહેલા દિવસે પહેલો પાઠ તો અન્ય લોકોએ લખ્યું છે કે, મહિલા હંમેશા સારું જ વિચારે છે.