તક્ષશીલા અગ્નિકાંડ મૃત્યુ પામેલી ગ્રીષ્મા તેની મમ્મીના સપનામાં આવી કહ્યું કે મારું અધૂરું ચિત્ર મારા…જાણો વિગત

0

સુરતના સરથાણામાં આવેલા તક્ષશીલા આર્કેડમાં 24 મેનાં રોજ થયેલા અગ્નિકાંડમાં 22 નિર્દોષ બાળકોના મૃત્યુ થયા હતા. આ ઘટનામાં બાળકોના મૃત્યુ થતા તેમના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ પરિવારોએ પોતાના વ્હાલસોયાઓને ગુમાવ્યા હતા. આ અગ્નિકાંડને છ મહિના જેટલો સમય વીતી ચુક્યો છે તેમ છતાં હજુ પણ આ બાળકોના વાલીઓ તેમના બાળકોને ન્યાય અપાવવા માટે તંત્ર સામે બાથ ભીડી રહયા છે.

Image Source

હજુ પણ આ બાળકોના વાલીઓ આ અગ્નિકાંડને ભૂલ્યા નથી અને પોતાના બાળકોને ન્યાય અપાવવા શક્ય એટલી કોશિશ કરી રહ્યા છે. આ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા બાળકો સારા ચિત્રકારો હતા. આ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલી ગ્રીષ્મા પણ આવી જ એક ચિત્રકાર હતી. તે અગ્નિકાંડની આગલી રાતે એક ચિત્ર બનાવતી હતી. પણ તેને શું ખબર કે તે આ ચિત્ર અધૂરું મૂકીને ચાલી જશે. તેનું આ અધૂરું ચિત્ર જ તેના માતા પિતા પાસે તેની છેલ્લી નિશાની હતું.

Image Source

થોડા દિવસો પહેલા ગ્રીષ્મા તેની માતાના સપનામાં આવી અને તેના મિત્ર જયન ગોસ્વામીને કહેવડાવીને તેનું આ અધૂરું ચિત્ર પૂરું કરાવવા કહ્યું હતું. જેથી જયને પાંચ દિવસની મહેનત બાદ ચિત્ર પૂર્ણ કરી ચિત્રરૂપી ગ્રિષ્માને ફરી જીવંત કરી.

ગ્રીષ્માની માતા વિલાસબેને જણાવ્યું કે તક્ષશીલા અગ્નિકાંડની આગલી રાતે ગ્રીષ્મા એક ચિત્ર બનાવી રહી હતી. તે થોડા દિવસો પહેલા માતા સપનામાં આવી હતી અને મને કહ્યું હતું કે મમ્મી મારું અધૂરું ચિત્ર જયનને કહેજે પૂર્ણ કરી આપે. આ ચિત્ર મારી દીકરીની છેલ્લી નિશાની છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here