જાણવા જેવું પ્રવાસ

ગુજરાતના આ 5 ધોધની સુંદરતા અનેક ગણી વધી જાય છે ચોમાસામાં, જાણો કયા ધોધ છે અને ચોક્કસથી મુલાકાત લો

ચોમાસુ શરુ થતા જ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આવેલા નાના-મોટા ધોધ સક્રિય થઇ જાય છે અને પછી અહીં પ્રવાસીઓની અવરજવર પણ શરુ થઇ જાય છે. ગુજરાતમાં મોટાભાગના ધોધ એવા છે, જે વરસાદ શરુ થતા જ એવા રમણીય દ્રશ્યો સર્જતાં હોય છે કે અહીં આવીને દરેક સહેલાણીનું મન ખુશ થઇ જાય છે. ગીરના જંગલમાં આવેલા જમજીર ધોધથી લઈને ગુજરાતનો સૌથી મોટો ધોધ ગીરા ધોધ આ બધા જ સ્થળોએ પ્રવાસીઓ પરિવાર સાથે મુલાકાતે આવે છે અને અહીંના નયનરમ્ય નજારાની મજા માણે છે. ત્યારે આજે વાત કરીએ આવા જ કેટલાક ધોધ વિશે જેને જોઈને તમે બોલી ઉઠશો વાહ, શું કમાલ કરી છે કુદરતે!

ગીરા ધોધ –

Image Source

ગુજરાતનો સૌથી પ્રખ્યાત અને સૌથી મોટો ધોધ એટલે ગીરા ધોધ, જેને વઘઈમાં વાંસના જંગલોની વચ્ચે કુદરતની ભેટ પણ માનવામાં આવે છે. આ ધોધ દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં વઘઇ ગામની નજીક આવેલો છે. અંબિકા નદી અહીં ધોધ સ્વરૂપે પડે છે. આ ધોધની ખાસિયત એ છે કે દૂર દૂર સુધી અહીં પાણીના પાડવાનો અવાજ આવે છે, અહીં જે નજારો બને છે, એ કોઈને પણ મંત્રમુગ્ધ કરી દે એવો હોય છે. એને જોઈને દરેકના મનમાં એક અલગ જ પ્રકારનો રોમાંચ અને આનંદ આવી જાય છે. અહીં ધોધ લગભગ 30 મીટરની ઊંચાઇએથી પડે છે.

બરડા ધોધ –

Image Source

ડાંગના જંગલમાં આવેલો આ બીજો ધોધ, જે આહવાથી મહાલ તરફ જતા 10 કિલોમીટર દૂર આવેલો છે. ચનખલ ગામથી પણ અહીં જઈ શકાય છે. વરસાદના પાણીના કારણે આ ધોધનો પ્રવાહ ભારે જોવા મળે છે, જે કોઈનું પણ મન મોહી લે એવું દ્રશ્ય સર્જે છે. ચનખલ ગામથી બરડા ધોધ જવા માટે પગદંડીનો રસ્તો છે, જ્યા ચાલતા જવું પડે છે. અહીં ચાલતા પહોંચતા લગભગ 30 મિનિટ જેટલો સમય લાગે છે. અહીં ખડકો પરથી પડતું પાણી નીચે તળાવમાં પડે છે, ધોધની આસપાસ આવેલા ઊંચા ખડકો પાર બેસીને આ નજારો જોવાની ખૂબ જ મજા આવી જાય છે.

ચીમેરનો ધોધ –

Image Source

ડાંગના જ જંગલોમાં આવેલો આ વધુ પ્રખ્યાત નથી, પણ અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને કોઈને પણ અહીં રહી જવાનું મન થઇ જાય. આ ધોધ ડાંગના અંતરિયાળ વિસ્તારમાં આવેલો છે, એટલે આ લોકોમાં વધુ પ્રખ્યાત નથી. આ ધોધ લગભગ 300 મીટરની ઊંચાઈથી સીધો જ પડે છે, અને ચોમાસામાં તો અહીં જંગલો વચ્ચે આવેલો આ ધોધ સુંદર અને ભવ્ય નજારો સર્જે છે. કદાચ એટલે જ આ ધોધને ગુજરાતનો નાયેગ્રા ફોલ કહેવામાં આવે છે.

ગિરિમાલ ધોધ –

Image Source

દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના ઉત્તર ભાગમાં મહારાષ્ટ્રમાંથી નીકળતી નદી ગીરા જ્યા ધોધ સ્વરૂપે પડે છે, એ જગ્યા છે ગિરિમાલ ધોધ. આ ધોધની ઊંચાઈ આશરે 30 મીટર જેટલી છે. વરસાદ બાદ જયારે નદીમાં પાણીનું સ્તર વધે છે ત્યારે આ ધોધની સુંદરતા અનેક ગણી વધી જાય છે. આ ધોધ એટલો સુંદર છે કે આ ધોધની આજુબાજુમાં આવેલા ખડકો પર બેસીને તમે કલાકો સુધી આ ધોધમાં પડતું પાણી જોઈ શકો છો,

હથણી માતા ધોધ –

Image Source

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા પાસે આવેલો હથણી ધોધ વરસાદ પડવાથી સક્રિય થઇ જાય છે અને અહીંના પ્રાકૃતિક સૌંદર્યને માણવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. ચોમાસામાં આ કુદરતી ધોધની સાથે સાથે આસપાસની લીલોતરી એક મનમોહક દ્રશ્ય રાચે છે. સાથે જ પડતું પાણી લોકોનું મન મોહી લે એવો નજારો રચે છે. અહીં ધોધ સુધી પહોંચવા માટે ઝરણામાંથી જ પસાર થવું પડે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks