ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 12 એવા સ્ટાર્સ કરી ચુક્યા છે લગ્ન, આશા કરતા પણ સારા મળ્યા પાર્ટનર, તસવીરો જુવો

0

બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હીરો હીરોઇનોના દરેક કોઈ ફેન્સ હશે, આજે અમે તમને જણાવી દઈએ કે આ સ્ટાર્સે પોતાના લગ્ન પુરા રીતિ રિવાજની સાથે કર્યા છે જેવી જ રીતે કોઈ સામાન્ય લોકોના લગ્ન થાય છે. જણાવી દઈએ કે આ બૉલીવુડ સિતારાઓ ફિલ્મોમાં તો ઘણીવાર લગ્નની જોડીમાં જોવામાં આવ્યા છે પણ આજે અમે તમને અહીં કોઈ ફિલ્મના લગ્નનો સીન નહિ પણ તેઓના ખુદના અસલી લગ્નની અમુક હકીકતો જણાવીશું. ખાસ વાત એ છે કે તેઓએ પૂરી પરંપરાઓની સાથે પોતાના લગ્ન કર્યા છે. અમુક સ્ટાર્સ એવા પણ છે જેઓએ કોઈ હિરોઈન નહિ પણ એક સામાન્ય યુવતી સાથે લગ્ન કર્યા છે, જેને જોઈને તમે પણ હેરાન થઇ જાશો, જે તસ્વીરો તમે ક્યારેય નહિ જોઈ હોય.

જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન:

Image Source

આ જોડી પણ કોઈથી કમ નથી. ફિલ્મ ગુડ્ડી દરમ્યાન બંનેની મુલાકાતો થઇ હતી અને પછી ફિલ્મ એક નજર વખતે બંને એકબીજાના પ્રેમમાં પડયા હતા. ફિલ્મ જંજીર વખતે અમિતાભ અને જ્યાના મિત્રોએ નક્કી કર્યું હતું કે જો ફિલ્મ હિટ જશે તો તેઓ બધા જ લંડન જશે, ત્યારે અમિતાભના માતાપિતાએ આ વાતને નકારીને કહ્યું હતું કે તેઓ કોઈ બીજી છોકરી સાથે બહાર ન જય શકે જો એ છોકરી તેમની સાથે પરણેલી ન હોય તો. એ પછી બંનેએ લગ્ન કર્યા.

કાજોલ અને અજય દેવગન:

Image Source

જણાવી દઈએ કે એક ફિલ્મની શૂટિંગ દરમિયાન બંને વચ્ચે પ્રેમ પ્રકરણ શરૂ થઇ ગયું હતું અને પછી બંને એ એક એકબીજા સાથે લગ્ન કરી લીધા. અજય દેવગન અને કાજોલની લવ સ્ટોરીમાં સૌથી વિચિત્ર વાત તો એ છે કે બંનેમાંથી કોઈએ પણ બીજાને પ્રપોઝ કર્યું ના હતું એ જાણવા છતાં કે બંને એકબીજાને જ પ્રેમ કરે છે.

રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી:

Image Source

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની પહેલી મુલાકાત લંડનમાં થઇ હતી. જ્યા રાજે શિલ્પાને પરફ્યુમ બ્રાન્ડ S2ને પ્રમોટ કરવામાં મદદ કરી હતી. રાજ કુંદ્રાએ સગાઈમાં શિલ્પાને 3 કરોડ રૂપિયાની વીંટી પહેરાવી હતી, જેના પર 20 કેરેટનો હાર્ટ શેપનો ડાયમંડ લાગ્યો હતો. જણાવી દઈએ કે રાજ કુન્દ્રા શિલ્પા શેટ્ટીના ખુબ મોટા ચાહક હતા. તેમણે ઘણીવાર ખુદ આ વાત જાહેર કરેલી છે.

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર:

Image Source

તમને તો જાણ જ હશે કે, બિપાશા બાસુ એક સમયે જ્હોન સાથે રિલેશનમાં રહી ચૂકી છે. જો કે આ જોડી લોકોને ખુબ જ પસંદમાં આવી રહી છે. બિપાશાના આ પહેલા લગ્ન છે પરંતુ કરણ સિંહ ગ્રોવરના બિપાશા સાથે આ ત્રીજા લગ્ન છે. આ પહેલા પણ કરણના 2 વાર લગ્ન અને ડિવોર્સ થઇ ચુક્યા છે.

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય:

Image Source

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની જોડી વિશે તો બધા જાણે જ છે અને પસંદ પણ કરે છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની પહેલી મુલાકાત તો ફિલ્મ ઢાઈ અક્ષર પ્રેમ કેના સેટ પર થઇ હતી પરંતુ એ વખતે બંને કોઈ બીજાને ડેટ કરી રહયા હતા. પછી ફિલ્મ બન્ટી ઔર બબલીના ગીત કજરારે બાદ બંને એકબીજાની નજીક આવ્યા હતા અને ફિલ્મ ગુરુના ટોરોન્ટોમાં પ્રીમિયરમાં અભિષેકે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું અને ઐશ્વર્યાએ હા પડી હતી.

મીરા રાજપૂત અને શાહિદ કપૂર:

Image Source

બૉલીવુડ સ્ટાર શાહિદની પત્ની મીરા એક સામાન્ય યુવતી છે અને તે દિલ્લીની રહેનારી છે. તમને જણાવી દઈએ કે પહેલી વાર જોતા જ શાહિદને મીરા પસંદ આવી ગઈ હતી અને પછી બંનેએ લગ્ન કરી લીધા. જયારે મીરા શાહિદને પહેલીવાર મળી હતી, ત્યારે મીરાની ઉમર ફક્ત 16 વર્ષ જ હતી.

માન્યતા દત્ત અને સંજય દત્ત:

Image Source

સંજય દત્ત અને તેની પત્ની માન્યતા એકબીજાને બેહદ પ્રેમ કરે છે. જણાવી દઈએ કે સંજયના માન્યતા સાથેના ત્રીજા લગ્ન છે. કહેવાય છે કે લગ્ન પહેલા સંજય દત્તના ફિલ્મોન સેટ પર માન્યતા ખાવાનું મોકલાવતી હતી. માન્યતાનો આ પ્રેમ જોઈને સંજય દત્ત ઘણા ઈમોશનલ થઇ ગયા અને તેમના દિલમાં પણ માન્યતા માટે પ્રેમ જાગી ઉઠ્યો હતો.

સાહિલ સંધા અને દિયા મિર્જા:

Image Source

દિયા મિર્જા પોતાના સમયની એક શ્રેષ્ઠ અભિનેત્રી હતી. દિયા મિર્જાએ લગ્ન પછી કઈ ખાસ ફિલ્મોમાં કામ કર્યું નથી. સાહિલ સંધા અને દિયા મિર્જા પહેલીવાર દિયાના ઘરે મળ્યા હતા જ્યા સાહિલ એક ફિલ્મની સ્ક્રીપટના કામે આવ્યા હતા. સાહિલે દિયાને વર્ષ 2014માં બ્રુકલીન બ્રિજ પર ઘૂંટણે બેસીને પ્રપોઝ કર્યું હતું, અને દિયાએ તેમનું પ્રપોઝલ સ્વીકારી લીધું હતું.

સુજૈન અને ઋત્વિક રોશન:

Image Source

આ જોડીને તો બધા જાણે જ છે, તેઓની જોડી બૉલીવુડમાં સૌથી સુંદર જોડી માનવામાં આવે છે. જણાવી દઈએ કે બોલીવુડમાં એન્ટ્રી લેતા પહેલા જ ઋત્વિક સુજૈન સાથે લગ્ન કરી ચુક્યા હતા. પરંતુ પછીથી બંને જણાએ છૂટાછેડા પણ લઇ લીધા હતા. તેઓને બે દીકરાઓ પણ છે.

જેનેલિયા અને રિતેશ દેશમુખ:

Image Source

જેનેલિયા અને રિતેશ દેશમુખ બંને બૉલીવુડ ના સૌથી ક્યૂટ જોડીઓમાની એક છે. બંને બૉલીવુડના બેહતરીન કલાકારો છે. બંને એક બીજાને વર્ષ 2002માં જયારે જેનિલિયા 16 વર્ષની અને રિતેશ 24 વર્ષનો હતો ત્યારે મળ્યા હતા અને 9 વર્ષના સંબંધો બાદ બંનેએ 2012માં લગ્ન કર્યા હતા.

સોહા અલી ખાન અને કુનાલ ખેમુ:

Image Source

સોહા અલી ખાન અને કુનાલ ખેમુ બંને સારા એવા એક્ટર પણ છે. હાલ સોહાની એક ક્યૂટ દીકરી પણ છે. બંને લગ્ન કરવા પહેલા 6-7 વર્ષ સુધી લિવ-ઇનમાં રહયા હતા. લગ્ન માટે કુણાલે સોહાને પેરિસમાં એફિલ ટાવરની નીચે પ્રપોઝ કર્યું હતું.

ગૌરી ખાન અને શાહરુખ ખાન:

Image Source

શાહરુખ ખાન બોલીવુડના બેહતરીન અને મોંઘી ફી લેનારામાના એક છે. શાહરુખ ખાન અને ગૌરી સ્કૂલના સમયથી એકબીજાના પ્રેમમાં હતા, ઘણા વર્ષોના અફેર બાદ બંનેએ પોતપોતાના પરિવારમાં તેમના પ્રેમ વિશે વાત કરી હતી, અને પરિવાર સાથે જંગ બાદ આખરે બંનેનો પરિવાર માની ગયો અને બંનેએ વર્ષ 1991માં લગ્ન કર્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here