ખબર ફિલ્મી દુનિયા

KBC: જાણો આખરે એક એપિસોડ હોસ્ટ કરવા કેટલા કરોડ રૂપિયા લે છે અમિતાભ બચ્ચન? જાણીને હલબલી જશો

કૌન બનેગા કરોડપતિ શો ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે, ત્યારે એની પાછળનું કારણ આ શોની ગેમ અને અમિતાભ બચ્ચન છે. ગેમની સાથે જ અમિતાભ બચ્ચનની પ્રશ્નો પૂછવાની રીત અને તેમનો અવાજ પણ દર્શકોને પસંદ આવે છે. તો આજે આપણે જાણીએ કે અમિતાભ બચ્ચન આ શોને હોસ્ટ કરવા માટે કેટલા રૂપિયા લે છે.

 

View this post on Instagram

 

… गुड़िया के अंदर गुड़िया .. “ in recitation of my Father

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

જો કે આ વિશે કોઈ અધિકૃત માહિતી નથી, પરંતુ અહેવાલો અનુસાર, અમિતાભ બચ્ચન એક એપિસોડના 3-5 કરોડ રૂપિયા લે છે. હકીકતમાં, ગયા વર્ષે કેબીસી શરૂ થતાં પહેલા અનેક અહેવાલો પ્રકાશિત થયા હતા, જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે અમિતાભ એક એપિસોડ માટે 2 કરોડ રૂપિયા લે છે, જે રકમ હવે વધુ ચુકી છે. હવે માનવામાં આવી રહ્યું છે કે અમિતાભ બચ્ચનના એક એપિસોડની કિંમત 3 થી 5 કરોડ રૂપિયા છે.

અમિતાભ બચ્ચને ગયા વર્ષે રિયાલિટી શો કેબીસી-9 માટે ચેનલ સાથે 200 કરોડની ડીલ કરી હતી. ગઈ સિઝનમાં કુલ 75 એપિસોડ્સ હતા, એવામાં એક એપિસોડ માટે અમિતાભ બચ્ચને 2.6 કરોડ રૂપિયા લીધા હતા. જો આ વખતે તેઓ દરેક એપિસોડ માટે 3 થી 5 કરોડ ફી લેશે.

જણાવી દઈએ કે આ શો અમિતાભ બચ્ચનને કારણે ટીઆરપીની રેસમાં ઘણો ઉપર રહે છે. કારણ કે જે વર્ષે આ શો અમિતાભ બચ્ચને હોસ્ટ કર્યો ન હતો, ત્યારે આ શોની ટીઆરપી ઘણી ઘટી ગઈ હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks